Book Title: Yogavinshika Tika Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 5
________________ જીવન, સાધુજીવન, યોગાવસ્થા, ધ્યાનાવસ્થા, દર્શનશાસ્ત્રો આદિ સર્વ વિષયોને આવરી લેતા ગ્રંથોનું જેમણે સર્જન કર્યું છે. તેમના તમામ ગ્રંથો આજે ઉપલબ્ધ નથી. ગ્રંથો એવા સુંદર રચ્યા છે કે હાથમાં લીધા પછી પૂર્ણકર્યા વિના છોડવાનું મન ન થાય, વારંવાર વાંચવાનું જ રુચે. જે કંઈ લખાણ છે તે શાસ્ત્રોના નિચોડ રૂપ ટંકશાળી વચનોમય છે. પોતાના શાસ્ત્રોમાં અનેક જૈનેતર વિદ્વાનોના શાસ્ત્રોના પાઠોની પણ સાક્ષી આપી (૧) આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજીની કેટલીક કૃતિઓ “વિરહ” અને કેટલીક કૃતિઓ “ભવવિરહ” શબ્દ વડે અંતમાં અંક્તિ છે. (૨) શ્રી હરિભદ્રસૂરિજીની કૃતિઓ સંસ્કૃત-પ્રાકૃતભાષામાં રચાયેલી છે. (૩) શ્રીહરિભદ્રસૂરિજીનું સંસ્કૃત-પ્રાકૃત ભાષા ઉપર અસાધારણ પ્રભુત્વ દેખાય છે. શ્રીહરિભદ્રસૂરિજીએ સ્વતંત્ર પદ્યાત્મક ગ્રંથો, સ્વતંત્ર ગદ્યાત્મક ગ્રંથો તથા પૂવચાયના ગ્રંથોના વિવરણાત્મક લઘુવૃત્તિઓ અને બ્રહદ્રવૃત્તિઓ રચી છે. તથા સ્વરચિત પદ્યાત્મક કેટલાક ગ્રંથો ઉપર શાસ્ત્રના હાર્દને સમજાવવા સ્વોપજ્ઞવૃત્તિઓ પણ રચી છે. અજેન દિનાગના રચેલા ન્યાય પ્રવેશક ઉપર પણ શિષ્યહિતા નામની ટીકા રચી છે. સમગ્ર કૃતિકલાપમાં તદુ-પતલ્ ઇત્યાદિ સર્વનામોનો અધિકાધિક પ્રયોગ કર્યો છે. જેથી અધ્યયન કરનારને પૂર્વાપર સંકલના અને સ્થિરતા વિના અર્થબોધ થવો દુષ્કર બને છે. શ્રીહરિભદ્રસૂરિજીની તત્ત્વ, યોગ, દાર્શનિક વિષય, ધ્યાન, કથાઓ, અનેકાન્તવાદ અને અધ્યાત્મ આદિ વિષયો તરફ કૃતિઓ રચાયેલી છે. પરંતુ નાટક, છંદ, વ્યાકરણ કે અલંકાર તરફ રચના દ્રષ્ટિગોચર થતી નથી. (૭) સિદ્ધસેન દિવાકરજીએ બત્રીસ બત્રીસિકાઓ રચી અન્ય દર્શનોના અભિપ્રાય સમજાવવાનો જે પ્રયત્ન કરેલો છે. તે જ અભિપ્રાયને (૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 164