Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 4
________________ પ્રસ્તાવના “ભારતવર્ષ” એટલે અમૂલ્ય પ્રકૃતિ અને સંસ્કૃતિનું અનુપમ સંસ્કારધામ, આત્મોન્નતિના અનન્ય ઉપાય તરીકે જેણે સદાકાળ ત્યાગને જ અગ્રસ્થાન આપ્યું છે. ઉત્તમ સંતો, સંન્યાસીઓ, ત્યાગીઓ અને શ્રમણો આ ભૂમિ ઉપર થયા છે. જેમણે પોતાનું જીવન સ્વ-પરના કલ્યાણમાં વ્યતીત કર્યું છે. તીર્થંકર પરમાત્માના વિરહકાળમાં તેમના વાડમયને ગીર્વાણ ગિરા દ્વારા વિશેષ વિસ્તત કરી સાહિત્યસર્જન વડે લોકોપકાર અને લોકોદ્ધાર કરવામાં જૈનમુનિવરોનો અમૂલ્ય ફાળો છે. પોતાના આયુષ્ય પ્રમાણની સાથે જેની કલ્પના ન થઈ શકે તેટલા અદ્ભુત શ્લોકોની કવિત્વ, વાદિત, સંગ્રાહકત્વ આદિ મહાશક્તિયુક્ત રચના કરી જેઓએ સાહિત્યસર્જન કર્યું છે. જેમાં પોતાની જીવનની પ્રત્યેક ક્ષણ ઉદાત્તભાવના, એકાગ્રતા, તન્મયતા, પર પ્રત્યેની વાત્સલ્યતા આદિ ગુણો ભરેલા છે. તે સર્જન વડે પોતાના આત્માને સમસ્ત જૈન સંઘને અને ભારતદેશને આ મુનિવરોએ કૃતાર્થ કર્યો છે. આવા ગુણોથી યુક્ત, પુનઃ પુનઃ નમસ્કરણીય, મુનિર્વાદોમાં શ્રીભદ્રબાહુસ્વામી, શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિજી, શ્રીઉમાસ્વાતિજી, શ્રીમÓવાદિજી, શ્રીહરિભદ્રસૂરિજી, શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રીઅભયદેવસૂરિજી, શ્રીવાદિદેવસૂરિજી, શ્રીમુનિચન્દ્રસૂરિજી, શ્રીસિદ્ધસનગણિ, શ્રસિદ્ધર્ષિગણિ, શ્રીયશોવિજયજી, દિગંબરસંપ્રદાયમાં પૂજ્યપાદસ્વામી, શ્રીમંતભદ્રજી, શ્રીકુંદકુંદાચાર્યજી, શ્રીઅકલંકાચાર્ય, શ્રીઅમૃતચંદ્રજી આદિ મુનિવરોનાં નામો અગ્રગણ્ય છે. પ્રસ્તુત "યોગવિંશિકા” ગ્રંથના પ્રણેતા શ્રીહરિભદ્રસૂરિજી છે અને ટીકાકાર શ્રીયશોવિજયજી ઉપાધ્યાયજી છે. આ ગ્રંથકર્તાએ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ૧૪૪૪, ગ્રંથોની અદ્ભુત રચના કરી અમૂલ્ય જ્ઞાનધન જૈન સંઘને અર્પણ કર્યું છે. એકેક ગ્રંથો વિવિધરસોથી ભરપૂર છે. ગૃહસ્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 164