________________
પવિત્ર મુનિપુંગવોના શુભાશીર્વાદથી યથામતિ અર્થ ખોલવા પ્રયત્ન કર્યો છે. છતાં પણ છદ્મસ્થતાના કારણે, મતિમન્દતાના કારણે, તથા અનુપયોગદશાના કારણે ક્ષતિઓ રહી જવા પામી હશે, તથા આ ગ્રંથ જ ગૂઢાર્થ હોવાથી કદાચ કોઈક સ્થળે અસંગત અર્થ પણ થઈ ચૂક્યો હશે, તે બદલ વિદ્વદ્વર્ગ અને વાચકવર્ગ સમક્ષ વારંવાર ક્ષમા માગું છું અને નિવેદન કરું કે તે ક્ષતિઓ મારા ઉપર કૃપા કરી મને વેલાસર જણાવશો કે જેથી પછીની આવૃત્તિમાં સુધારવામાં સહાયક થાય. તથા મને પણ યથાર્થ સમજણ નું કારણ બને. પ્રશંસક વર્ગ કરતાં અનુગ્રહ બુદ્ધિએ ક્ષતિઓ સૂચવનાર વર્ગ યથાર્થ ઉપકારી છે. તેથી ક્ષતિઓ સુધરાવવાનો મારા ઉપર અવશ્ય ઉપકાર કરશો.
અનુવાદમાં રખાયેલ ધ્યાન અભ્યાસક વર્ગને આ ગ્રંથ તથા તેની ટીકા કેમ સરળ પડે? તેનો ગુજરાતીમાં ભાવાર્થ કેમ સમજાય? ભણનાર વર્ગ ભાવિમાં અન્ય છાત્રગણની જ્ઞાનપિપાસા કેમ સંતોષી શકે? ટીકાના એકેક શબ્દનો ગુજરાતીમાં અર્થ કેમ સંગત થાય ? ઇત્યાદિ વિષયોનું બની શકે તેટલું વધારે ધ્યાન રાખીને આ પુસ્તકને સરળ, લોકભોગ્ય, અને સુબોધ કરવા શકય પુરુષાર્થ કર્યો છે. ટીકાની પંક્તિમાં આવતા કઠીન શબ્દોના ક્યાંક કયાંક શબ્દાર્થો પણ આપ્યા છે. કોઈ સ્થળે ટીકાના લાંબા લાંબા ફકરાને સુખબોધ કરવા વિભાગ પણ કર્યા છે. ભણાવનાર મુનિવર્ગને તથા અધ્યાપકબંધુઓને સહાયક થાય તેનું પૂરતું ધ્યાન આપેલ છે. કેવળ મારા પોતાના સ્વાધ્યાય માટે અને અન્ય આત્માઓના ઉપકાર માટે જ આ પ્રયત્ન કરેલ છે.
વ્યવસ્થિત ટાઇપસેટિંગ કરવા બદલ શાઈન આર્ટ કૉમ્પંગ્રાફિક્સનો અને સુંદર પ્રકાશનકાર્ય બદલ ભગવતી પ્રેસના માલિક શ્રી ભીખાભાઈનો તથા પૂફરીડીંગ કરનાર અને સુંદર બાઈન્ડિંગ કરનારનો પણ આ સમયે આભાર માનું છું.
લિ.
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૧૧/૪૪૩, માતૃછાયા બિલ્ડિંગ, રામજીની પોળ, નાણાવટ, સુરત પીન : ૩૯૫૦૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org