________________
‘‘શૂન્ય બનીને પૂર્ણ બનો’” એ પુસ્તકની સવિશેષ સહાયતા લીધેલી છે. તથા કોઈક સ્થળે ડૉ. ઝવેરી ઇન્દુકલાબહેનના પુસ્તકનું પણ આલંબન લીધેલ છે. મૂળસૂત્ર અને ટીકાની શુધ્ધિના વિષયમાં શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃત વિદ્યામંદિર તરફથી પ્રકાશિત થયેલ અને મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મ. સાહેબથી સંપાદિત થયેલા યોગશતકનો પણ સહારો લીધેલ છે. ઉપરોક્ત સર્વે સહાયકોનો આ સમયે હાર્દિક આભાર માનું છું.
માતા બાળકને જેમ વાત્સલ્યથી સંસ્કાર આપે તેમ નાની ઉંમરથી જ જેમણે મને ધાર્મિક-સંસ્કૃત-પ્રાકૃત-ન્યાય આદિના વિષયોનું યત્કિંચિત્ જ્ઞાન અને સુસંસ્કારો આપ્યા છે, તે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા (મહેસાણા), તથા (સ્વર્ગસ્થ) પંડિતજી, પૂજ્ય શ્રી પુખરાજજી સાહેબ, તથા પંડિતજી શ્રી ચંદ્રશેખર ઝા,તથા પંડિતજી શ્રી શાન્તિલાલ કેશવલાલ શાહનો આ સમયે ઘણો જ ઉપકાર માનું છું.
આ ગ્રંથની મહત્તા
(૧) આ ગ્રંથમાં આત્મ ઉત્થાનનો અદ્ભુત માર્ગ બતાવ્યો છે, ગમે તેવા કઠોર દિલના માણસને પણ કોમળ બનાવે એવી અકાર્ય યુક્તિઓ આપી અધ્યાત્મરસનું જ પ્રદાન કરેલ છે. સંસાર ઉપર નિર્વેદ અને મોક્ષની રુચિ સ્વરૂપ સંવેગમાર્ગની જ પુષ્ટિ કરેલ છે. ગર્ભિત રીતે ગુણસ્થાનકોનો જ ક્રમારોહ વર્ણવેલો છે.
(૨) પતંજલિ અને ગોપેન્દ્રાદિ ઈતરદર્શનકારોના યોગિમહાત્માઓની યોગસંબંધી દૃષ્ટિની સુંદર તુલના કરી છે. તથા મહામતિ પતંજલિ (યોગ દૃષ્ટિ સમુચ્ચય ગાથા ૧૦૦), અને ભગવદ્ગોપેન્દ્ર (યોગબિન્દુ ગાથા ૧૦૦) જેવા અત્યન્ત બહુમાનવાચક શબ્દો લખીને તેઓ પ્રત્યે પણ મહાન્ સદ્ભાવ પ્રદર્શિત કર્યો છે. દર્શનશાસ્ત્રોના અભ્યાસી અને તટસ્થ એવા આત્માઓને સ્વ-૫૨ના ભેદની ટૂંકી દૃષ્ટિ તુટી જઈ ગુણીયલ પુરુષો પ્રત્યે ગુણસંબંધી બહુમાનની વૃત્તિ સ્વતઃ જ આવી જાય છે. પ્રયત્નવિશેષથી લાવવી પડતી નથી.
(૩) જૈન દર્શનની પારિભાષિક વાતોનો અન્યદર્શનોની સાથે શબ્દભેદ માત્ર વિના અર્થભેદ નથી. એમ સમન્વય કરી રાગ-દ્વેષ, - પક્ષપાત અને તિરસ્કારનો પરિહાર કરી “પરમસામ્ય” મેળવવાનો ગર્ભિત ઉપદેશ આપ્યો છે.
(૪)મૂળગાથામાં આવતા એકે એક પ્રાકૃત શબ્દોના પર્યાયવાચી સંસ્કૃત શબ્દો ટીકામાં આપીને ગૂઢ અર્થને ખુલ્લો કરેલ છે. તથા ટીકામાં સંસ્કૃત શબ્દો ટાંકતાં ગાથાના મૂળશબ્દોનો ક્રમ જાળવી રાખેલ છે. ગાથામાં આવતા ક્રમશઃ શબ્દોનો
૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org