________________
ટીકામાં ક્રમશઃ જ પર્યાયવાચી સંસ્કૃત શબ્દોનો ઉલ્લેખ કરેલ છે. જેથી છાયા કરવાની જરૂર જ રહેતી નથી.
(૫) રાગ-દ્વેષ-અને મોહને તોડવા માટે તેના સ્વરૂપની, પરિણામની, અને વિપાકની સુંદર ભાવનાઓ જણાવી, મૈત્રી આદિ ભાવનાઓનું સ્વરૂપ જણાવી આત્માર્થી આત્માઓને આ ગ્રંથ સુંદર પથદર્શક થયો છે.
(૬) દર્શનશાસ્ત્રોની ચર્ચામાં (ગાથા ૭૨) અલ્પશબ્દોની અંદર મર્મયુક્ત યુક્તિઓથી એકાત્તવાદોનું નિરસન કરી યથાર્થપણે જગતમાં રહેલા અનેકાન્તવાદ નું સુંદર અને સચોટ સ્થાપન કરેલું છે, જે જૈન દર્શન પ્રત્યેની યથાર્થ અનહદ ભક્તિ અને હાર્દિક બહુમાન આચાર્યશ્રીના હૃદયમાં રહેલાં છે એમ પ્રદર્શિત થાય છે.
(૭) ગાથાના ગાથાર્થ કરવા સુગમ પડે એટલા માટે અમે અન્વયસૂચક ઝીણા અક્ષરોમાં ગાથાનાં પદો ઉપર નંબર આપ્યા છે.
આ ગ્રંથમાં કયા વિષયો છે? નિશ્ચયયોગ અને વ્યવહાર યોગની વ્યાખ્યા, ચાર પ્રકારના યોગ ના અધિકારી જીવોનું વર્ણન, (૧) અપુનર્બન્ધક, (૨) અવિરતસમ્યગ્દષ્ટિ, (૩) દેશવિરતિધર, (૪) સર્વવિરતિધર, તેઓનાં લક્ષણો, તેઓને યોગ્ય ઉપદેશ, અધિકસ્થાનોમાં (ઉપરના ગુણસ્થાનકોમાં) પ્રવૃત્તિ માટે નિજ સ્વભાવાલોચન, જનવાદાવગમ, અને ત્રિવિધયોગ શુદ્ધિની વિચારણા, ભય-રોગ-વિષના ઉપાયો, ચતુઃ શરણપ્રાપ્તિ, દુષ્કૃતગર્તા-સુકૃતાનુમોદના, ભાવના-શ્રુતપાઠ, તીર્થશ્રવણ, આત્મસંપ્રેષણ, આદિ ઉપાયોની ચર્ચા, કર્મનું સ્વરૂપ, રાગ-દ્વેષ-મોહનું સ્વરૂપ, તેના વિનાશ માટે પ્રતિપક્ષી ભાવનાઓની ચિંતવણા, શુકલાહારનું વર્ણન, લબ્ધિઓનું વર્ણન, સમતાભાવ એ જ મોક્ષનું અંગ છે તેનું વર્ણન, મરણકાલને જાણવાના ઉપાયો, મૃત્યકાલ જાણીને સર્વ ભાવોનો ત્યાગ કરવાપૂર્વક અણશનવિધિનું આચરણ, અને અન્ત સંસારવિરહ તથા મુક્તિપદની પ્રાપ્તિના ભોક્તા બનવાનો ઉપાય, ઇત્યાદિ વિષયો ગ્રંથકારશ્રીએ અભૂતશૈલીથી આ ગ્રંથમાં વર્ણવેલા છે.
ક્ષતિ બદલ ક્ષમાયાચના પૂ. હરિભદ્રસૂરિજીના ગ્રંથો તથા તેઓશ્રીની ટીકાઓ અલ્પાક્ષરી અને ગંભીરઅર્થવાળી હોવાથી કઠીન તો છે જ, પૂર્વાપરની સંકલનાથી, આ વિષયના સૂક્ષ્માભ્યાસી મહાત્મા પુરુષોના સહયોગથી, દેવ-ગુરુ-ધર્મની કૃપાદૃષ્ટિથી, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org