Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04 Author(s): Gunhansvijay Publisher: Kamal Prakashan Trust View full book textPage 9
________________ —————વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ——— —જાતે જોયેલા - અનુભવેલા કે સાંભળેલા પ્રસંગો અમને જણાવ્યા. એમાંથી પણ જે વધુ આકર્ષક, વધુ વિશિષ્ટ જણાયા, એ પ્રસંગો જુદા તારવી આ પુસ્તક તૈયાર કર્યું છે. અમે તો માત્ર સંયમીઓએ લખેલા પ્રસંગોને અમારી ભાષામાં ઢાળ્યા છે, ઘણી જગ્યાએ તો એ બધા પ્રસંગો તે તે સંયમીની ભાષામાં જ સીધે સીધા લખી દીધા છે. (૪) આ પ્રસંગોમાં કેટલાક પ્રસંગો એ રીતે પણ લખ્યા છે કે “જાણે તે તે સંયમી પોતે જ પોતાના અનુભવ લખતો હોય...” દા.ત. “અમારા ગુરુણીની સહનશક્તિ અજબગજબની હતી.” આવી રીતે આખો પ્રસંગ લખેલો હોય. તો એમાં અમારા = એ પ્રસંગ લખનારા સાધ્વીજી પોતે જ. ગુરુણી = એ સાધ્વીજીના ગુરુણી. એમાં અમારા = આ પુસ્તકના લેખકને ન સમજવા. મારો દીક્ષા પર્યાય એ વખતે માત્ર બે વર્ષનો હતો, ત્યારે..” આવું લખાણ હોય, ત્યાં મારો = આ પુસ્તકના લેખકનો નહિ, પણ એ પ્રસંગ જે સાધુએ-સાધ્વીજીએ લખેલો હોય - એમનો.. ટૂંકમાં એ પ્રસંગો એમના જ શબ્દોમાં ઢાળેલા છે. એટલે વાંચતી વખતે જ્યારે આવા પ્રસંગો આવે ત્યારે ખ્યાલ રાખવો. (૫) કોઈ એમ ન સમજે કે “આ તો માત્ર ૬૦ જ પ્રસંગ! તો બીજા બધાનું શું?” કેમકે અમે તો વિશિષ્ટ અને આંખે ઊડીને વળગે એવી આરાધનાઓનો ઉલ્લેખ કરેલો છે. જે ઘણા બધામાં સામાન્ય આરાધનાઓ હોય, તેવી તો હજારો છે. એ બધાનો ઉલ્લેખ અત્રે કર્યો નથી. દા.ત. ૧૦૦-૧૫૦ સાધુ-સાધ્વીજીઓ ૧૦૦ વર્ધમાનતપની ઓળીઓ કરી ચૂક્યા છે પણ એ બધાનો અમે જુદો જુદો ઉલ્લેખ નથી કર્યો. આમ નાની નાની ઢગલાબંધ બાબતો અમે નોંધી જ નથી. વળી આના વધુ ભાગ પણ છપાશે. (૬) આમાં લગભગ અમે કોઈના પણ નામ લખ્યા નથી. આડકતરા નિર્દેશ કરેલા હોય એ સંભવિત છે. (૭) આ કોઈ એક ગ્રુપ કે એક ગચ્છના બધા પ્રસંગો નથી. પણ જુદા જુદા લગભગ ૧૫-૧૭ ગચ્છોના પ્રસંગો આ પુસ્તિકામાં છે. (૮) શ્રી સંઘને વિનંતી કે આવા કોઈપણ વિશિષ્ટ પ્રસંગો તમારા ખ્યાલમાં હોય તો એ અમને મોકલાવે. “આશિષ એ. મહેતા, ૭, સુનીષ એપાર્ટમેન્ટ, રત્નસાગર સ્કૂલ સામે, ગોપીપુરા, કાજીનું મેદાન, સુરત. (ગુજરાત).” આ સરનામે એ લખાણ મોકલવું. કવર ઉપર સુકુતાનુમોદનના પ્રસંગો એમ શબ્દ લખવો. જે કોઈપણ શાસ્ત્રાનુસારી વિશિષ્ટ પ્રસંગો હશે તેનો હવે પછીના વિભાગોમાં સમાવેશ કરવામાં આવશે. કોઈપણ સમુદાયના સાધુ-સાધ્વીજીઓ આવા વિશિષ્ટ પ્રસંગો મોકલી શકે છે. એ પ્રસંગોઆરાધનાઓ માત્ર સાધુ-સાધ્વી સંબંધી જ હોવા જોઈએ. (૯) “કેવા પ્રસંગો વધુ અસરકારક અને વિશિષ્ટ ગણાય.” એ આ પુસ્તક વાંચવાથી ખ્યાલમાં આવી શકશે. . (૧૦) સંયમીઓએ અમને નાના-મોટા ઘણા પ્રસંગો લખેલા, એમાંથી અમે ચૂંટીઘૂંટીને આ પ્રસંગો લીધા છે. કોઈક કોઈક સંયમીએ લખેલા પ્રસંગો આમાં ન પણ આવ્યા હોય. તેઓ પાસે અમે હાર્દિક ક્ષમા માગીએ છીએ.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 128