Book Title: Vir Nirvan Samvat aur Jain Kal Ganana
Author(s): Kalyanvijay Gani
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 18
________________ મળે છે. તેમના હાથે મુદ્રિત થયેલ એકેક ગ્રંથની સવિસ્તર આલોચના કરવામાં આવે તો તેમના વિશાળ જ્ઞાન, અનુભવ અને નિરીક્ષણ પ્રત્યે અહોભાવ પ્રગટાવી દરેકને નતમસ્તક બનાવે તેમ છે. પૂ. પંન્યાસ કલ્યાણવિજયજી મ. સાહેબને આચાર્યપદ લેવા માટે ખૂબ જ આગ્રહ કરવામાં આવ્યો હતો પરંતુ કોઈના પણ આગ્રહને વશ ન થતાં હંમેશા “જે પદ ઉપર હું છું તે બરાબર છે' તેમ કહી આચાર્ય પદવી લેવાનું ટાળ્યું હતું. પૂ. પં. કલ્યાણવિજયજી ગણિમાં વિશિષ્ટ અન્વેષણ-શક્તિ એવી આત્મા સાત હતી કે વિહારમાં કોઈપણ ગામમાંથી પસાર થાય તો તે ગામને પાદરે ઉભેલો પાળીયો પછી તે ગમે તેનો હોય તો પણ તેનો લેખ, તેનો ઇતિહાસ અને તેની પાછળ રહેલું રહસ્ય–આ બધાંનું તેઓ અન્વેષણ કરતા. નાનામાં નાના ગામમાં જાય તો તે ગામનું દહેરાસર ઉપાશ્રય અને ત્યાં પડી રહેલાં જૂના ચોપડા પાનાં કે ચોપાનિયાં બધાંનું બારીક રીતે નિરીક્ષણ કરતા અને તેમાંથી જેને લોકો નકામું કહી ફેંકી દેવા જેવું માનતા તેમાંથી તે ઇતિહાસ-પરંપરા અને તત્ત્વજ્ઞાનનું નવનીત શોધી કાઢતા. પૂ. પં. કલ્યાણવિજયજી ગણિ સિંહની પેઠે નીડર પ્રકૃતિના હતા. તે કોઈની પણ આભા-પ્રતિભા, લાગવગ, આડંબર કે ખોટા તેજથી અંજાતા ન હતા. તેમને જે સારું લાગે તે કહેતાં જે કાંઈ સહન કરવું પડે તે સહન કરવા હંમેશા તત્પર રહેતા. વધુમાં પોતે માનેલ વિચારેલ અને પ્રચારેલ વાત બરાબર નથી, નુકસાનકર્તા છે તે ખ્યાલ આવે તો તેનો સ્વીકાર કરવામાં કીર્તિ, યશ કે મહત્તાને જરાપણ આડે લાવ્યા વગર સ્પષ્ટપણે કહેતા કે મેં કર્યું છે, વિચાર્યું છે પણ હવે મને લાગે છે કે આ કરવા જેવું નથી તો તુરત તે કરવામાં અચકાતા નહોતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 204