Book Title: Vir Nirvan Samvat aur Jain Kal Ganana
Author(s): Kalyanvijay Gani
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
View full book text
________________
એમણે એમના જીવનકાળ દરમિયાન લગભગ ત્રીસ ગ્રંથો લખ્યા છે. મોટા ભાગના તેમના સ્વયં સર્જન અને ચિંતનમૂલક છે.
આપણે ત્યાં પૂ. પુણ્યવિજયજી મહારાજ સાહેબને પ્રાચીન ગ્રંથોના સંશોધનના વિષયમાં વિશિષ્ટ માનવામાં આવે છે. પરંતુ તેમને મેં હઠીભાઈની વાડી અમદાવાદમાં કલાકોના કલાકો સુધી પૂ. પંન્યાસજી મ.ની પ્રેરણા લેતા જોયા છે. આગમાદિ ગ્રંથોનું તેઓ વિશિષ્ટ જ્ઞાન ધરાવતા હતા. તેના પુરાવારૂપે “પ્રબંધ પારિજાત' ગ્રંથ કે જે ગ્રંથમાં નિશીથ મહાનિશીથ જેવા છેદ ગ્રંથોનું તેમના હાથે ખૂબ જ અન્વેષણ થયું છે. સેંકડો વર્ષથી જૈન સમાજને કે તેના વિદ્વાન્ મુનિઓને પણ માહિતી ન હોય તેવી વિગતો તેમણે “પટ્ટાવલી પરાગ” અને “નિબંધ નિચય ગ્રંથ દ્વારા પૂરી પાડી છે. “કલ્યાણ કલિકા' ભાગ ૧-૨ વિધિવિધાન, જ્યોતિષ અને પ્રાચીનશિલ્પના અનેક ગ્રંથોનું તેમાં દોહન છે. આ ઉપરાંત “માનવભોજ્ય મીમાંસા', “પંડિત માઘ વગેરે ઘણા ગ્રંથો એવા લખ્યા છે કે જે દ્વારા ભારતભરના વિશિષ્ટ વિદ્વાનોને તેમણે આકર્ષ્યા છે.
શ્રમણ ભગવાન મહાવીર અને વીરનિર્વાણસંવત ઔર જૈન કાલ ગણના આ ગ્રંથનું નિર્માણ તો ભારતભરના ઇતિહાસજ્ઞોને નતમસ્તક બનાવે તેવો તેની પાછળનો તેમનો પરિશ્રમ છે.
આગમગ્રંથો, શિલાલેખો અને વિવિધસાહિત્યના નિરીક્ષણ, મનન અને ચિંતન દ્વારા તેમણે શ્રમણ ભગવાન મહાવીરના ક્રમબદ્ધ ચોમાસાં તેમાં થયેલા ઉપસર્ગો વગેરેનું જે તારણ કર્યું છે તેવું આજ સુધી કોઈએ પણ કર્યું નથી.
વિરનિર્વાણ ઔર જેન કાલ ગણના ગ્રંથ તો એટલો બધો આધારભૂત ગ્રંથ મનાય છે કે તેને આધારરૂપ ગણી ઇતિહાસવિદોએ પોતાનું સંશોધન કર્યું છે.
તેમણે લખેલા લગભગ ૩૦ ગ્રંથો પાછળ પ્રાચીન અર્વાચીન વિવિધ ગ્રંથોનું વાંચન, નિરીક્ષણ, મનન અને સંકલન સવિશેષ જોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org