________________
મળે છે. તેમના હાથે મુદ્રિત થયેલ એકેક ગ્રંથની સવિસ્તર આલોચના કરવામાં આવે તો તેમના વિશાળ જ્ઞાન, અનુભવ અને નિરીક્ષણ પ્રત્યે અહોભાવ પ્રગટાવી દરેકને નતમસ્તક બનાવે તેમ છે.
પૂ. પંન્યાસ કલ્યાણવિજયજી મ. સાહેબને આચાર્યપદ લેવા માટે ખૂબ જ આગ્રહ કરવામાં આવ્યો હતો પરંતુ કોઈના પણ આગ્રહને વશ ન થતાં હંમેશા “જે પદ ઉપર હું છું તે બરાબર છે' તેમ કહી આચાર્ય પદવી લેવાનું ટાળ્યું હતું.
પૂ. પં. કલ્યાણવિજયજી ગણિમાં વિશિષ્ટ અન્વેષણ-શક્તિ એવી આત્મા સાત હતી કે વિહારમાં કોઈપણ ગામમાંથી પસાર થાય તો તે ગામને પાદરે ઉભેલો પાળીયો પછી તે ગમે તેનો હોય તો પણ તેનો લેખ, તેનો ઇતિહાસ અને તેની પાછળ રહેલું રહસ્ય–આ બધાંનું તેઓ અન્વેષણ કરતા. નાનામાં નાના ગામમાં જાય તો તે ગામનું દહેરાસર ઉપાશ્રય અને ત્યાં પડી રહેલાં જૂના ચોપડા પાનાં કે ચોપાનિયાં બધાંનું બારીક રીતે નિરીક્ષણ કરતા અને તેમાંથી જેને લોકો નકામું કહી ફેંકી દેવા જેવું માનતા તેમાંથી તે ઇતિહાસ-પરંપરા અને તત્ત્વજ્ઞાનનું નવનીત શોધી કાઢતા.
પૂ. પં. કલ્યાણવિજયજી ગણિ સિંહની પેઠે નીડર પ્રકૃતિના હતા. તે કોઈની પણ આભા-પ્રતિભા, લાગવગ, આડંબર કે ખોટા તેજથી અંજાતા ન હતા. તેમને જે સારું લાગે તે કહેતાં જે કાંઈ સહન કરવું પડે તે સહન કરવા હંમેશા તત્પર રહેતા. વધુમાં પોતે માનેલ વિચારેલ અને પ્રચારેલ વાત બરાબર નથી, નુકસાનકર્તા છે તે ખ્યાલ આવે તો તેનો સ્વીકાર કરવામાં કીર્તિ, યશ કે મહત્તાને જરાપણ આડે લાવ્યા વગર સ્પષ્ટપણે કહેતા કે મેં કર્યું છે, વિચાર્યું છે પણ હવે મને લાગે છે કે આ કરવા જેવું નથી તો તુરત તે કરવામાં અચકાતા નહોતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org