Book Title: Vichar Saptatika Author(s): Hemchandrasuri Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 9
________________ ८ આ મૂળગ્રંથ ઉપર શ્રીવિનયકુશલ મહારાજે સંસ્કૃત વૃત્તિની રચના કરી છે. તેઓ શ્રીસેનસૂરિ મહારાજના શિષ્ય હતા. તેઓ વિક્રમની સત્તરમી સદીમાં થયા હતા. તેમણે સ્વોપજ્ઞ વૃત્તિ સહિત શ્રીમંડલપ્રકરણ વગેરે ગ્રંથોની રચના કરી છે. શ્રીવિચારસપ્તતિકાની વૃત્તિમાં તેમણે મૂળગાથામાં બતાવેલા વિચારોને સ્પષ્ટ રીતે સમજાવ્યા છે. પ્રસ્તુત પુસ્તકમાં અમે પહેલા શ્રીવિચારસપ્તતિકાના પદાર્થોનું સરળ ગુજરાતી ભાષામાં સંકલન કર્યું છે. જરૂર પડે ત્યાં કોઠાઓ અને ચિત્રથી સ્પષ્ટતા કરી છે. પદાર્થસંગ્રહના સંકલન પછી અમે મૂળગ્રંથ અને તેની ટીકાનું પણ સંકલન કર્યું છે. આ ગ્રંથમાં કહેલા બાર વિચારો દ્વારા ઘણા નવા પદાર્થો જાણવા મળે છે. આ પુસ્તકમાં પદાર્થોનું સંકલન એટલી સરળ શૈલીમાં કર્યું છે કે સામાન્ય મનુષ્ય પણ તેમને સહેલાઈથી સમજી શકે છે. આ પુસ્તકના માધ્યમે સહુ કોઈ સૂક્ષ્મ પદાર્થોનું તલસ્પર્શી જ્ઞાન પામી આત્મામાંથી અજ્ઞાનના અંધકારને ઉલેચી સંપૂર્ણજ્ઞાનવાન બને એજ જ અભ્યર્થના. પરમ પૂજ્ય પરમગુરુદેવ કર્મસાહિત્યનિષ્ણાત આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય પ્રગુરુદેવ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અને પરમ પૂજ્ય ગુરુદેવ સમતાસાગર પન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજા–આ ત્રણ શ્રેષ્ઠ ગુરુદેવોના અનરાધાર અનુગ્રહથી જ આ પુસ્તકનું સંકલન-સંપાદન થયું છે. તે પૂજ્યોના ચરણોમાં અનંતશઃ વંદનાવલિ. આ પુસ્તકમાં મતિમંદતા કે પ્રેસદોષના કારણે કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો તેની અમે ક્ષમા યાચીએ છીએ અને તેને સુધારવા બહુશ્રુતોને વિનંતિ કરીએ છીએ. સુરેન્દ્રનગર, બુધવાર, વિ.સં. ૨૦૬૯, આસો સુદ ૫ લિ. પરમ પૂજ્ય સમતાસાગર પં. પદ્મવિજયજી મહારાજનો ચરણોપાસક આચાર્યવિજયહેમચન્દ્રસૂરિPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 110