________________
૧૩૬ રંગ ન બાવે તે સમજવી કે સારી, તેમજ લસણ નીકળી હાથમાં મળી ને પછી કસ્તુરી મસળીયે ને જે હાથમાંથી લસણની ગંધ નીકળી જાય ને કસ્તુરીની ખરાઈ આવે તે તે સારી જાણવી, તે તીખી ને તીક્ષણ છે,
ગરમ ધણું છે, ધાતુ પુષ્ટી કરે છે. રંજ તેનાં મોટાં ઝાડ થાય છે, તેનાં પાંદડાં અથવા છાલ પાણીમાં વાટીને પીવાથી હરસના દરદ મટે છે, છાલ તીખીને તુરી છે, તેની લાકડીના દાતણ કરવાથી મોટું સાફ થાય છે, દાંત મજબુત કરે છે, ફળનું બીજ ઘસીને આંખમાં આંઝવાથી ફુલું કપાય છે, તેના બીજનું તેલ કાઢે છે, તે શરીરે ચોપડવાથી ખરજ તથા ચામડીના દરદ મટે છે. ડા –અરજુન મોટાં ઝાડ થાય છે, તુરે છે, ને કફને મટાડે છે, જખમ ઉપર લગાડવાથી લોહી બંધ કરે છે. હાડ ભાંગેલને દુરસ્ત કરે છે, લેહીને જમાવે છે. તેના વીકરને ટાળે છે, સર્વે રોગ લેપ કરવાથી મટે છે, છાલને બુકો આનાભાર દુધ સાથે ખાવાથી શરીરનું બળ તથા કાંતી વધારે છે, વધારે ખવાય તો વાયુનું જોર થાય છે. ક ટેલા વાંઝવેલા થાય છે, ફલ થતા નથી, ને તેને બદલે કોસ થાય છે,
અને મૂળની જગેએ કંદ તથા ગાંઠ થાય છે, કોને તુરો છે, તે ઘસીને પીવાથી ઉલટી તથા ઝાડે થાય છે, ને ઘણી જાતના ઝેર પણ ઉતરે છે, સરપના ઝેરને તરત ઉતારે છે, સ્થાવર જંગમ વિષને ટાળે છે, તે કંદને કાઢીને સુકવી રાખે છે, તે સફેદ ને પીળા રંગે હોય છે, સરદી વાળાને સુંઠની સાથે શરીરે ચોપડે તે ગરમી આવે છે, અને શીત મટે છે. સુવાવડી બાઈડીને માથામાં નાંખે છે, ને તેમાં આંબળાં નાંખીને નવરાવે છે, આના પાંદડ તથા મુળ ખાંડીને સાકર સાથે માત્રા પ્રમાણે ખાવાથી પથરીને નાશ કરે છે, તેથી શરૂઆતમાં થોડું થોડું ખાવાનું છે. કે તેથી ઉલટી ઝાડો થાય નહીં અને શરીરને માફક આવી જાય તો વઘારતાં જવું, તેથી પાણીનો નાશ કરી પેસાબ રસ્તે રેતી કાઢી નાંખે છે. પટી–મોટાં ઝાડ ડુંગરોમાં થાય છે, ફલ આંબલાં સરખાં હોય છે તેને કરપટી કહે છે, એનું આણું (ચાર) કરે છે તેનાં કુલ તુરાં, મધુર, શીતલ
ને ગ્રાહી છે; કફ ને પીત ટાળે છે ને જઠરાગ્નીને દીપાવે છે. કંથાર–મોટાં ઝાડ બે ચાર જાતના થાય છે, તેનાં ફલ નાના ચણા જેવાં
હે છે, રંગે કાળા ને કડકાં છે, બીજી કંઘારરડી જેવી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com