Book Title: Vanaspati Kosh Ane Tena Gun Dosh
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 196
________________ ૧૯૫ અફીણના ઝેરનો ઉતાર –હીંગ ૧ ચણું જેટલી પાણીમાં વાટી પીએ ઉતરે છે. ૨, લીંબુના રસમાં ચુને નાંખી પાવાથી આરામ થાએ છે. ૩, કપાસના મુલને પાણીમાં ઘસીને પાવાથી આરામ થાઓ છે. ૪, રાઈને ભુકો કરી પાવું. ૫, અરીઠાનું પાણી પાવું. ૬, ઘીમાં ટંકણખાર નાંખી પાવું ઉલટી થઈ નીકળી જશે. - ૭, મોરથુથાને અગની ઉપર એક પછી લીંબુના રસ સાથે રાખી ચુસ છે તેની ઉલટી થઈ નીકળી જશે. ૮, નાના બચાને ડુંગળી ભાંગીને તેની ગંધ સુંઘાડવી, દેશી કોરા કાગળ પાણીમાં ધોઈને પાવાથી અફીણનું ઝેર ઊતરે છે. ૯, લુણ પાણીથી પાએ તે અફીણ ઉતરે છે. ૧૦, આંબલીની છાલ ખાંડી પાએ અખિીણ ઉતરે છે. ૧૧, સરસડાની અંતરછાલ વાટીને તેનું પાણી તરત પાવું તેથી અફીયુનું ઝેર તરત ઉતરે છે. ૧૨, હજારી ગુલ (ગુંદા) ના પુલ વાટીને પાણી પાવું તેથી ઝેર ઉતરે છે. ધતુરાના ઝેરને ઉતાર-૧, સરસડાનું મુળ પાણીમાં વાટીને પીએ, ને તાળવે માખણ અથવા ઘી ઘસવું, તે ઉતરે. ૨, સાકર અને દુધ પીવાથી આરામ થાય. ૩, આમલી તથા છાસ બંનેનો સરબત બનાવી પીવાથી ઝેર ઉતરે છે. ૪, તાંજલાના મુળ અથવા ગળે, અથવા કપાસના પંચાગને પીએ તો ઉતર છે. ૫, રીંગણાના ફળનો રસ તથા બીજ પાએ તેથી ઝેર ઉતરે છે. ૬, મીઠું ખાવાથી ઝેર ઉતરે છે. ૭, આવળના પાંદડાં તથા પુલને રસ પાએ ઊતરે છે. લીલામાને ઉતાર–૧, મોઢામાં ગરમી કરે તો મુળાનો કાંદે ખાએ તે મટે, અંગમાં ફુટે તો, લીંબડે ઉકાળીને તે પાણીએ નવરાવીએ તે મટે. ૨, મોટું સુજી ગયું હોય તો, મરવાને રસ, ને મધ, ખાઓ, ને જીરું, ને દુધ, ચોપડીએ, તો મોઢે તરત વળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202