________________
૧૯૩
૮, હજારીગલના પાંદડાંને રસ પીવાથી ઝેર ઉતરે છે. ૯, મરવાના પાંદડાંને રસ કાઢી પીવાથી ઝેર ઉતરે છે. ૧૦, નાની લીલી દુધલીના રસમાં કાળાં મરી વાટી પીવાથી ઝેર ઉતરે છે.
૧૧, ગળીનાં પાંદડાં રૂા. ૫ ભાર પાણીમાં વાટીને તે પાણી પીવાથી સોમલનું ઝેર ઉતરે છે.
૧૨, ઘી ઉનું કરી પીવું તથા દુધ સાકર પીવાથી સોમલ ઝેર ઊતરે છે. ૧૩, દુધ પળી ૧ એરંડીયું તેલ પળી ૧ પીવું તેથી ઝેર ઊતરે છે. ૧૪, જંગલી તાજલજાને રસ કાઢી પાએ તે ઝેર ઊતરે છે. ૧૫, એલાઈની ભાજી ઘઉંની રોટલી સાથે ખાએ ઝેર ઊતરે છે.
૧૬, નરમા (વણ)ને રસ કાઢીએ, ન નીકળે તે પાણી નાંખીને રસ કાઢી એ, અને તે રસ શેર વા કાઢી પાએ, ઝેર ઉતરે છે.
૧૭, ભોંપાતરીના પાંદડાં ખાંડી રસ કાઢી શેર ૦ પાએ તો ઝેરી ઉતરે છે.
૧૮, ફટકડી તેલ એક ખાએ સેમલ ઝેર ઉતરે છે, ઘી, સાકર, ચોખા તે ઉપર ખાઓ.
૧૯, એક તોલો ફટકડી વાટીને પાણીમાં પાએ અને તે ઉપર સમલ પાએ તે સોમલનો ઝેર ચડતો નથી.
૨૦, અંજીર સુકા રૂા. ૫ ભાર તથા અખરોટનું મગજ રૂા. ૫ ભાર ખાનાર માણસને સોમલને ઝેર અસર કરતા નથી.
૨૧. ટીંડોરાં શેર ૨ના ફળ કાચાં ખવરાવે તેં ઝેર ઉતરે છે. ૨૨. કાળો કંદ ખાય તે ઝેર ઊતરે છે.
હરતાલનું ઝેર ઉતરે છે–૧ ચણાની દાલ દુધમાં વાટીને સાકર ભેળવી પીએ તે ઉતરે છે.
૨, સાકર પીવાથી હરતાલનું ઝેર ઉતરે છે.
૩, છલના મુળ, તાંજલજાના મુળ, હીરવણીના પાન, નગોડના પાન, સરપંખાના મુળ, એ બે પૈસા ભાર લેવા, પાણી શેર ૨ માં ઉકાળવું, શેર ૦ રહે ત્યારે ઉતારી, તેમાં મધ નાંખીને પીવું, એમ દીવસ (૭) પીએ તિ ઝેર ઉતરે છે.
પારાના વીકારનો ઉતા-૧, બકરીનું દુધ ને બકરીનું ઘી પીવું, ને ઘી પડવું તો મટે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com