________________
૧૬૦.
ધાતુ વધારે છે, અને ટાળે છે, ગરમ છે, રૂક્ષ છે, વધારે ખાધાથી - બજીઅત કરે છે. ટકડી–ફટકી, તુરી છે, ને તે સોરઠી માટીમાંથી બને છે, તુરી, કડવી
ખાટીને ગ્રાહી છે, એને અગ્નિ ઉપર પુલાવ્યા પછી કામમાં વાપરે છે. દિના જગલી–પાણીવાળી ગોમાં નદી કીનારે નાના છોડવા થાય છે, તમામ હકીકત કેમકરંદા, કુકરદમ, ને મળતી છે.
બલદાણા–બલા, છોડ થાય છે, તેની મોટી ડાળીના સાવર્ણ કરે છે, મુળની છાલ ખાંડી દુધને સાકર સાથે પીએ તો ઘણુંવાર થતું પીશાબ
અટકે છે, બીજ કડવાને મધુરા છે, ધાતુ પુષ્ટી કરે છે. બરબર—બાબરૂ, એક જાતનો ખેર છે, તે સફેદ તથા કાળું બાબરૂ કહેવાય છે, છોકરાને ઘસીને કફના દરદ ઉપર પાય છે, ટાટુને કડવા
સવાળું છે. બપોરીએ––તેના મોટા ઝાડ થાય છે, તેના કુલ શોભાદાર હોવાથી ઘણા લેકે તેને બગીચામાં તથા ઘેર લાવે છે, કુલ ઝીંદુરી રંગના હોય છે, ધળા, રાતા, એવી ત્રણ ચાર જતના ઝાડ હોય છે. બ્રહ્મદંડી–તેના છોડવા થાય છે, તેના પાંદડાં તથા ફળમાં કાંટા હોય છે,
તે કડવીને ગરમ છે, કદ, વાઈને સેજ મટાડે છે, ઘોડાના મસાલામાં પડે છે, આ વનસ્પતીના ઘણું નામ છે, એક વનસ્પતી નકી નથી,
જુદી જુદી વનસ્પતીને પણ બ્રહ્મદંડી કહે છે. બકાન-લીંબડાની જાત છે, કડવો ટાઢને રૂક્ષ છે, ગ્રાહીને તુરે છે, બકાનના પાંદડાનો શેક કરવાથી શરીરમાંથી વાયુ હટે છે, તેના બીજમાં ચી કડવું તેલ પણું કાઢે છે, અને શરીરે એળે છે, તેથી ચામડીના દરદ મટે છે. બાંદા–બે જાતના થાય છે, એક ખરસાણી થોરના ડીંટીયા જે થાય
છે, અને બીજો રાતા ફુલવાળે થાય છે, જમીન ઉપર નથી ઝાડની ડાળની અંદર થાય છે, તે ઘણી જાતના ઝાડની અંદર થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com