________________
૧૩૭ છે, બીજ રાતાં છે, તે પાણીમાં નાંખવાથી રાતો રંગ થાય છે, તે કડવી, ટાઢી, હલકી ને તુરી છે. સીતાબ–એના છોડવા બગીચામાં વાવે છે, એના પાંદડાં વાટીને પીવાથી કફ, ગરમી મટે છે, વાયુ ટાળે છે, છોકરાં ભરાઈ ગયાં હોય તો પાંદડાં
વાટીને પાવાથી તરત આરામ થાય છે. સીસાનીખાખ-રૂકુળ, પ્રમેહુ ઉધરસ, ઉલટી, વાઈ, સંગ્રહણીના દરોને
જુદા જુદા અનુપાનથી મટાડે છે, ધાતુપુષ્ટી કરે છે, ક્ષય રોગ મટાડે
છે, જઠરાગ્ની દીપાવે છે. સુડીયા--મોટા છોડવા થાય છે, ત્રણ ધારવાળી નાની ડેડી થાય છે, શાક કરે છે, તેને મુળ, પેટપીડ, વધરાવળ, મુત્રકુછ, વગેરે દરદોમાં
પીવાથી ફાયદો કરે છે. સુવાકાણુ–સુવાના છેડવા થાય છે, તીખાં ને કડવાં હોય છે, ગરમ છે,
જઠરાગ્ની દીપાવે છે, બીજી જગલી સેવા પણ થાય છે. સુરેખાર--ઑટપીટર. મુતરલ છે, અને પાણીમાં પીવાથી પેશાબનાં
જુલાબ લાગે છે, બંદુકને દારૂ પણ બને છે. સુખડ–ચંદન. એની સાત જાત છે.
૧ સુખડ, ૨ સબર, ૩ પીતચંદન, ૪ પતંગ, ૫ રતાંજલી, ૬ બરબર, અને ૭ હરીચંદન. ટાટું છે, એને લેપ કરવાથી ગરમીના રેગ મટે છે, સુખડનું શરબત પણ બનાવે છે. સુરમો–કાળો, રાત, ઘેળો ને લીલે, તે એક જાતની ધાતુ છે, તેમાં ગંધકને ભાગ છે, સુરમો ટાઢે, મધુર ને કસાયેલ છે, લેખન કરે છે, નેત્રના રોગ ઉપર ધણે ગુણ કરે છે, તે ખાવાના કામમાં ભાગ્યેજ આવે છે.
સુરમો, નીલાંજન–સુરમાને જબરીના રસમાં ૧ દીવસ ભીંજવીને તડકે સુકવીએ સુધ થાએ. પછી સુરમાને પોટલીમાં બાંધીને કાંજીમાં ડોલકા જ 2 પકવીએ સુધ થાઓ છે.
સુર, સીતલ છે, ગ્રાહી છે, આંખ નીરોગી કરે છે, ક્ષય, પીત, રકત, કફ, તેને હણે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com