Book Title: Vanaspati Kosh Ane Tena Gun Dosh
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 182
________________ ૧૮ ખાવાના ઉોગમાં લે છે, તેથી કોઢનું દરદ મટે છે, શરીરમાં તાકાત આવે છે, ને દમના રોગને પણ મટાડે છે. તેમાં ઝેર છે, તેથી વગર ઘેલી તેમજ કાચી ખાવામાં આવતી નથી, તેને ઘણી રીતે સુધ કરીને તેની ખાખ બનાવે છે, ને પછી ઉપયોગમાં લે છે, ચી ખાવામાં આવે તે માણસના જીવને નાશ કરે છે, તેને ઝેરી ગુણ સોમલ જેવો છે. હાડસાંકળી-જવલરી. થોરની જાતના વેલા થાય છે, બેધાર, ત્રધાર, ને ચારધારવાળી છે, એથી રેચ લાગે છે, તથા ગરમ ને કડવી છે. હીરાબેળ –એક જાતના ઝાડનો સુંદર છે, કડવો, તુરો ને મધુર છે. હીંગ, વધારણું–મેટા ઝાડ થાય છે, તે તીખી ને ઘણું ગરમ છે, પાચનશક્તીને વધારે છે. હીરાકસી–લેદ્રને ગંધકના તેજાબથી બને છે, તુરી, ખાટી, ખારી, ને ટાઢી છે, તે ધણા કામમાં વપરાય છે. રસાયણ જેવા ગુણ ધરાવનારી દવા-કાલી મુસલી, ગળો, ઘી કુઆર, ડુંગળી, બાબચી, બ્રાહમી, ભાંગરે, મીઠી ખરડી, સેમલે, શેરડી નામ ને વેલે થાઓ છે, વીકારી કંદ, અસદ, વિગેરે. અમલ દવા (ખાટી) સીત વીર્ય છે–૧.આંબલી, ૨. કઠ, ૩. ચણાને ખાર, ૪. નારંગી, ૫. બીજોરું, ૬. લીંબુ, ઉપરની દવામાં દીપન, પાચન, ગુણ છે. ૧. આંબા, ૨. આમળાં, ૩. ચાંગેરી, ૪. જાંબુ, ૫. દાડમ, ૬. દ્વાલ, આ દવામાં દીપન, પાચન, શકિત નથી. અમલ વિરૂદ્ધની દવા, તે ખટાસને દુર કરનારા ખાર છે. ૧. સંખ, ૨. સંચલ, ૩. સાદું મીઠું, ૪. ચીત્રક ખાર, ૫. ટંકણુ ખાર, ૬. સાજીખાર, ૭. સીંધવ, ૮. અધેડા ખાર, ૯. પાપડ ખાર, ૧૦. નવસાગર, ૧૧. જવ ખાર, ૧૨. વડાગરૂં મીઠું, ૧૩, ચીંચાખાર. ઉષ્ણ દવા, શરીરમાં ચેતન કરનારી-અકલકર, અજમો, આકડો, ઉપલેટ, ગજ પીપર, જાયફળ, ડુંગળી, તેજબલ, પીપર, અગર, અરણી, આદુ, કપુર, જટામાસી, જાર, તજ, દસમુળ, પીપરી મુળ, અધી, અરીઠા, ઇસેસ, કાયફલ, જવખાર, જાવંત્રી, તુલસી, નાગરમોથ, ભારંગી, ભીલામે, લવીંગ, સુંઠ, અંબર, માલ કાંકણું, લસણ, હીંગ, કસ્તુરી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202