________________
૧૫ર
આ વેલાને મોટી ઈકવારૂણું પણ કહે છે. તલવણી-અજગંધા. ધોળા તથા પીળા ફુલની એવી બે જાત છે, તે ગરમ
ને કડવી છે, તેનો રસ ગરમ કરી કાનમાં ટીપાં પાડે તો ચસકા તથા કાન પાયે હેય તે મટે છે. તગર–અસારન. સુગંધી ઝાડ છે, તેના ગઠોડા પરદેશથી આવે છે, કડવું ને
ટાઢું છે. તાલીસપત્ર–મધુર, તીખું ને ગરમ છે. ગાયમાન-ભયનાશીની, વેલા થાય છે. તુરી, કડવી ને ટાઢી છે. તાંદળજે–ચેલાઈ, તેના છોડવા થાય છે, તેનું શાક ઘણા લોકો ખાય છે,
મધુરી, તુરી, ખાટાશવાલી અને ટાઢી છે, વધારે ખાવાથી દસ્ત લાગે છે,
શરીરમાં કોઈ જાતને વીકાર હોય તો તેને મટાડે છે. તાંજલજે જગલી–તેને ઢીંબડો કહે છે, તેને ખાવાથી રક્તવીકાર અને
પીતવીકાર વગેરે મટે છે, ને મોટું આવ્યું હોય તે તાંદળજાના રસથી
મટે છે. તાડ, તાલ-મોટાં ઝાડ થાય છે, એ ઝાડને ટોચી હાંડલું બાંધી તેમાંથી ધળું
દુધ સરખું પાણી કાઢે છે, તેને તાડી કહે છે, તેમાં દાર જે ગુણ રહેલે છે. ત્રાંબાની ખાખ-ત્રાંબામાં ઝેર માફક આઠ અવગુણ છે, તેથી તેને
સારી રીતે સુધ કર્યા પછી તેની ખાખ કરવી, તેની ખાખ મધુરીને કસાચેલી છે, એક ચખાભાર અનુપાન સાથે દેવામાં આવે તે કફ, પીત, સુળ, ઉદર રોગ મટાડે છે, ત્રાંબાની ખાખ ૨૪ કલાક દહીં ઉપર ભભરાવી ને રાખવી [અથવા ખાટા લીંબુ ઉપરી ને બીજી સવારે જેવું જે દહીં તથા લીંબુના રંગમાં ફેરફાર થયો ન હોય તો તે ખાખ ખરી જાણવી ને જે રંગ બદલાઈ જાય તો કાચી ખાખ જાણવી ને જાણવું કે
ત્રાંબાના અવગુણ તમાં રહી ગયેલા છે. તુલસી–લીલા તથા કાળા પાંદડાની એવી બે જાત છે, તેમજ જંગલી
પણ ત્રીજી જેન છે, બીજ કડવાં, તીખાં, તુરાં, ને ગરમ છે, તેમજ કુરતની દવામાં વાપરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com