________________
૧૪૫ ગરણી–હરીમલ; વેલા થાય છે, (ધળા તથા કાળા ફુલના); કડવી, તુરી,
ને ટાઢી છે, ગરમીના રોગને મટાડે છે, સરપના ઝેરને ટાળે છે, બીજ
તથા મુલથી દસ્ત આવે છે. ગજવેલ ખાખમધ, ત્રીફલા સાથે ખાવાથી પાંડુ, પીત, મેદ રોગ, હરસ, સંગ્રહણી, બરલ વગેરેને મટાડે છે, ધાતુપુષ્ટી કરી શરીરનું લોહી સુધારે છે,
તેની માત્રા રતી ૧થી ૯ સુધી છે. ગાવસકાંઈકવારૂણી, વેલા થાય છે, નાની તથા મોટી બે જાત છે, ફળ
તથા મુળથી જુલાબ લાગે છે, કવી ને ટાઢી છે, તેનું મુળ ઘસીને પીવાથી
તથા ચોપડવાથી સરપનું ને વીંછીનું ઝેર ઉતરે છે. ગાજર—બગીચામાં વાવેછે, તે મધુરું ને તુરું છે, તેનું અથાણુ કરી ઘણા મા
સે વાપરે છે, પાક વીગેરેમાં ખાવાથી ધાતુપુષ્ટી કરે છે, તેના બીજ વાટીને
પડવાથી ચામડીના દરદ મટે છે, બીજ વાટી પીવાથી ગરજને પાડે છે ગુગળ–એનાં મોટાં ઝાડ થાય છે તેમાંથી રસ નીકળે છે તેને સુકવી તેનું ગુગળ
બનાવે છે. એના જુદા જુદા રંગ થાય છે, કમલ સરખા રંગને કુમુદ, માણેક સરખા રંગને પદમ, પાડાની આંખ સરખાને ભેંસાગુગળ, સેના સરખા પીળાને કનક, કાળાબળ હોય તેને મહાનલ કહે છે, ઘણું કરીને ભેસાગુગળ ખાવાના કામમાં આવે છે, ગુગળ સ્વાદે તુરો, કડ, કસાયેલ, ગરમ ને રસાયણ છે, ઘણા કામમાં આવે છે. ગુદાના ઝાડ-૨-૩ જાતના નાના તથા મોટા થાય છે, અને એક જાતનું
ઝેરી ઝાડ છે, તેના ગુદા અથવા પાંદડાં જનાવર માત્ર ખાતા નથી, કાચા મુંદાનું અથાણું (ચાર) કરે છે, અને ખાસ ગુંદાને ઘણા લોકો ખાય છે, તે મીઠાં છે, ચીકણું છે, પાકા ફલ શાકર સાથે ખાવાથી ધાતુ વધારે છે, વધારે ખાવાથી વાયુ કરે છે, ગુંદીના પાંદડાને પીએ તે પ્રમેહ મટે છે,
ગુંદી સુકવીને સાકર સાથે ખાવાથી પેશાબના દરદને મટાડે છે. ગુલાબ-તેના ઘણું નાના ઝાડ કાંટાવાળા થાય છે, અને બાગ બગીચામાં વાવે છે, સફેદ, રાતા, પીળા, ને લાલ રંગના ફુલ થાય છે, ઝાડમાં તફાવત નથી, રંગનાં ફુલને તફાવત છે, પુલની કળી થાય તે વખતે તેને તોડીને સુકવી રાખે છે, અને તેનું ગુલાબ જળ બનાવે છે, અત્તરમાં પણ કામમાં લાવે છે, અને રેચ લેવાના કામમાં પણ તે ગુલાબની કળી વાપરે છે, પુલમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com