Book Title: Vairagya Kalplata Part 03 Author(s): Pravin K Mota Publisher: Gitarth Ganga View full book textPage 9
________________ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ કારણે વૈશ્વાનર નામનો પુત્ર નંદીવર્ધનના મિત્ર તરીકે જન્મે છે જેથી અંતરંગ પુણ્ય, વૈશ્વાનર મિત્ર અને અવિવેકિતા તેની ધાત્રી વર્તે છે. ફક્ત પ્રસ્તુત સંસારી જીવે હાથીના ભવમાં જેમ પશ્ચાત્તાપ કરીને પુણ્ય બાંધ્યું તેમ મેઘકુમારના જીવે પણ સસલાની દયા કરીને પુણ્ય બાંધ્યું અને મેઘકુમારનો જીવ પણ રાજપુત્ર થયો અને નંદીવર્ધનનો જીવ પણ રાજપુત્ર થયો. છતાં નંદીવર્ધનમાં અવિવેકિતા= બાહ્ય પદાર્થો સાથે અભેદ બુદ્ધિરૂપ અવિવેકિતા, આપાદક ક્લિષ્ટ કર્મો પ્રચુર છે અને મેઘકુમારના જીવમાં અવિવેકિતા આપાદક કર્મો નષ્ટપ્રાયઃ છે તેથી રાજપુત્ર થઈને ભગવાનની દેશનાના બળથી મેઘકુમારના જીવમાં મહાવિવેક પ્રગટ્યો. જ્યારે નંદીવર્ધનના જીવમાં તેવી સામગ્રી હોવા છતાં લેશ પણ વિવેક પ્રગટ થતો નથી. તેમાં કારણ અવિવેકિતા આપાદક ક્લિષ્ટ કર્મોની પ્રચુરતા છે. IIકા શ્લોક - विषादवैराततनिम्नपादो, द्रोहाभ्यसूयाकठिनोरुजङ्घः । अक्षान्तिचित्तानुशयासमोरुः, प्रलम्बपैशुन्यकटिप्रदेशः ।।७।। શ્લોકાર્ધ :વિષાદ નામનો વૈરાતત વિસ્તાર, નિમ્નપાદવાળો, દ્રોહ અને અભ્યસૂયારૂપ બે કઠિન જાંઘવાળો, અક્ષાંતિ અને ચિતના અનુશયરૂપ અસમ= વિષમ, એવા ઊરુવાળો, પ્રલંબ પૈશુન્ય કટિપ્રદેશવાળો છે. છા શ્લોક : मध्यं दधानः परमर्मभेदसंज्ञं च कोष्ठाकलितप्रमाणम् । उरःस्थलेनातिविसंकटेन, तापेन दीप्तो दृढदुर्नयांसः ।।८।। શ્લોકાર્ચ - પરના મર્મની ભેદની સંજ્ઞાને ધારણ કરતો, કોષ્ઠાથી આકલિતPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 306