________________
શરીર ક્ષણભંગુર છે એ આપ સારી રીતે જાણે છે. મને મસ્તક આપવાથી જગતમાં આપની કીર્તિ વૃદ્ધ પામશે. સર્વે પ્રાણીઓને પિતાનું જીવિત પ્રિય હોવાથી આપના માથાની માગણી કરવી યોગ્ય ન ગણાય, પણ આપ સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ છે, આપને શરીરમાં મમતા નથી, આપ સર્વદા પરોપકારમાં પ્રીતિવાળા છે, એમ જાણી મેં આવી માગણી કરવાનું સાહસ કર્યું છે. જે આપ કૃપા કરી આપનું મસ્તક આ રાંકને આપે તો મારું કાર્ય અનાયાસે સિદ્ધ થઈ જાય. જેઓ સ્વાર્થમાં ડુબેલા હોય છે તેઓ બીજાની પીડા જાણું શક્તા નથી. ઇન્ડે વૃત્રાસુરનો નાશ કરવા દધીચિમુનિ પાસેથી તેમનાં હાડકાં વજ બનાવવા માટે માગ્યાં હતાં, તે હાડકાં દધીચિમુનિએ પ્રસન્નતાપૂર્વક ઇન્દ્રને આપ્યાં હતાં. જીમૂતવાહનનામના વિદ્યાધરના રાજાએ નાગના રક્ષણ માટે ગરુડને પોતાનું શરીર આપ્યું હતું. આ સર્વ વાતો અને પરોપકારનું માહાન્ય આપને કયાં અજ્ઞાત છે? આપને શરીરાદિની તૃષ્ણા નથી. પરોપકારવિના બીજું કાંઈ કર્તવ્ય આપને અહિં વિદ્યમાન નથી. મારા જેવા માત્ર સ્વાર્થ સાધવામાં તત્પર ને નિર્દય મનવાળા મનુષ્યો માગણી કરતાં યેગ્ય ને અયોગ્ય વિચાર ન કરી શકે એ સ્વાભાવિક છે. મારી માગણુ અયોગ્ય હોવાથી મારા મનમાં ભય ઉત્પન્ન થાય છે, પણ આપના જેવા પરોપકારી, યાચકને કદી પણ કોઈ પણ વાતની ના પાડતા નથી એમ સમજી મારું મન સંતોષ પામે છે.”
આચાર્યભગવાને તે કાપાલિકાનાં આવાં વચને સાંભળી મંદહાસ્યપૂર્વક તેને કહ્યું --“હું બહુ પ્રસન્નતાથી મારું માથું આપવા તૈયાર છું, પણ મારા શિષ્યના દેખતાં મારાથી તે તમને આપી શકાશે નહિ, કેમકે મારા શિષ્ય પિતાના શરીર કરતાં પણ આ શરીરમાં વધારે મમતા રાખે છે, માટે હું જ્યારે એકાંતમાં બ્રહ્મધ્યાન કરતે