________________
૩૫
છેજ નિહ. પોતાના સદ્ગુરુની આજ્ઞાં પાળવામાં શિષ્યે પેાતાના અંત:કરણમાં હ ને ઉત્સાહ રાખવા જોઇએ. જો ક્રાઇ દેવા મનુષ્યપર કાપ થાય તેા સદ્ગુરુ તે મનુષ્યનું રક્ષણ કરી શકે છે, પણ સદ્દગુરુને કાઇ કારણથી કાપ થાય તે તે મનુષ્યનુ કાઈ પણ દેવ રક્ષણ કરી શકતા નથી, માટે પેાતાના સદ્ગુરુ અપ્રસન્ન થાય એમ શિષ્યે વર્તવું નહિ. કરવાયાગ્ય તે નહિ કરવાયેાગ્યને ઉપદેશ સદ્ગુરુજ કરે છે, માટે દૃષ્ટની પ્રાપ્તિ તે અનિષ્ટની નિવૃત્તિ સદ્ગુરુથીજ થાય છે એમ વિદ્વાના કહે છે. સદ્દગુરુની કૃપાવિના અજ્ઞાની મનુષ્ય મન તે વાણી આદિ ઇંદ્રિયાના અવિષયરૂપ બ્રહ્મને શી રીતે જાણી શકે ? સર્વાત્મભાવને પામેલા સદ્ગુરુ પ્રસન્ન થાય તે સર્વ દેવો અનાયાસે પ્રસન્ન થાય છે, ને જો તેવા સદ્ગુરુ કાઇ કારણુથી કાઇના ઉપર અપ્રસન્ન થાય તેા તેના ઉપર સર્વે દેવે અપ્રસન્ન થાય છે, માટે પેાતાના સદ્ગુરુને પ્રસન્ન કરવા સુશિષ્યે સર્વદા પ્રયત્નશીલ રહેવુ જોઇએ. ”
શ્રીસદ્ગુરુનું માહાત્મ્ય સમજાતાં મંડનમિશ્ર બહુ દીનભાવે આચાર્યભગવાનતા ચરણકમલમાં પડયા. તેમને સુરેશ્વર એવું ચેાગપટ્ટ ( નામ ) પ્રાપ્ત થયું, તે આચાર્યભગવાનના મુખ્ય શિષ્યામાં તેમની ગણુના થઈ. `પછી આચાર્યભગવાન ભરતખંડમાં જનસમૂહનું અકલ્યાણુ કરનારી રિસ્થતિએ પહેાંચેલા મહેનું અપકારકપણું પ્રતિપાદન કરતા કરતા, મુમુક્ષુજનેાને સાધામૃતનું ઉત્સાહપૂર્વક ઉદારપણે પાન કરાવતા કરાવતા, મલોષવાળા મનુષ્યોને નિષ્કામકર્મના તે વિક્ષેપોષવાળા મનુષ્યાને નિર્દોષ ઉપાસનાના એધ આપતા આપતા, સર્વ પ્રાણીઓને પેાતાના દર્શનવડે પવિત્ર તથા સુખી કરી તેમનાં ત્રાને સફલ કરતા કરતા, તે જનસમૂહમાં અદ્વૈતસિદ્ધાંતના પ્રસાર કરતા કરતા, દક્ષિણુદેશમાં રહેલા શ્રીશૈલપર્વતઉપર. પધાર્યા. ત્યાં પાતાલગંગાનામની પવિત્ર નદીમાં સ્નાન કરી, તથા અલ્લિકાર્જુનની પૂજા કરી, કેટલાક સમય િવરાજ્ય';