________________
૩૪
અવશ્ય શાસ્ત્રાર્થ કરવું જોઇએ.” સરસ્વતીને આ અસાધારણ આગ્રહ જોઈ આચાર્યભગવાને તેમની સાથે શાસ્ત્રાર્થ કરવાને સ્વીકાર કર્યો. પછી શાઆર્ય પ્રારંભાયે. આ શાસ્ત્રાર્થ કેટલાક દિવસો સુધી ચાલે. અંતે સરસ્વતીને પણ પરાજય થયો.
પછી મંડનમિએ આચાર્યભગવાનની પ્રેમપૂર્વક સ્તુતિ કરી તેઓશ્રી પાસે આદરપૂર્વક પ્રસન્ન મને પ્રેચ્ચારપૂર્વક સંન્યાસ ગ્રહણ કી. આચાર્યભગવાને તેમને સંન્યાસ આપતી વેલા તરવાર એ મહાવાક્યને ઉપદેશ કરી તેનો અર્થ પ્રમાણ ને યુક્તિથી વિસ્તારપૂર્વક સમજાવ્યો.
પછી તેમને કહ્યું – “સુખને માટે રાતદિવસ જે જે કર્મો કરવામાં આવે છે તે તે કર્મોથી મનુષ્યને કાંઈ પણ વાસ્તવિક સુખ પ્રાપ્ત નહિ થતાં ઊલટું દુઃખજ પ્રાપ્ત થાય છે. સુખરૂપ આત્મસ્વરૂ૫ના સાક્ષાત્કારવિના મનુષ્યને સુખની પ્રાપ્તિ થતી નથી. મનુષ્યને આત્મસ્વરૂપને સાક્ષાત્કાર દઢ વૈરાગ્યાદિ સાધનોથી ને પિતાના સદ્ગુની સેવાથી થાય છે. પવિત્ર ને એકાગ્ર અંત:કરણવાળા ઉત્તમ અધિકારી મનુષ્યને સદ્દગુરુ એકવારજ બ્રહ્મસ્વરૂપનો ઉપદેશ કરે તો પણ તેને બ્રહ્મસ્વરૂપને સાક્ષાત્કાર થાય છે, પણ મંદ ને મધ્યમ અધિકારવાળા મનુષ્યને પોતાના સદગુસ્ના ચરણકમલનું સેવન કરતાં કરતાં ધીમે ધીમે આત્માથી અભિન્ન બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. પ્રણવને વિધિપૂર્વક જપ કરવાથી, શાસે કહેલાં નિષ્કામ કર્મો કરવાથી, અને પિતાના સદ્દગુરુની આદરપૂર્વક સેવા કરવાથી, અંતઃકરણના દેષ દૂર થાય ત્યારે સદ્દગુરુએ ઉપદેશ કરેલા આત્માથી અભિન્ન બ્રહ્મનું સ્વરૂપ ધારણ કરવા તેમનું અંતઃકરણ સમર્થ થાય છે. શિખે સર્વદા પિતાના સસ્તા ધ્યાનમાંજ પિતાનું અંત:કરણ રાખવું જોઇએ. પોતાના સગુસ્ના વચનમાં અડગ શ્રદ્ધા જોઈએ. સણની યોગ્ય કૃપાથી ન બને એવું આ જગતમાં કાંઈ