________________
બને. કદાચ શારીરિક નબળાઈ વગેરે કારણોસર આ પુસ્તકના નિયમો પાળી ન શકે તો ય તે શાસ્ત્રીય પદાર્થોની પ્રરૂપણા કટ્ટરતાપૂર્વક કરી પ્રરૂપણાભેદ તો દૂર કરી જ દે.
તમામ સંયમીઓ એ ધ્યાન આપે કે આ આખું ય પુસ્તક માત્ર જિનશાસનને નજર સામે રાખીને લખાયું છે. માટે જ આ નિયમાવલિમાં એવો પુષ્કળ પ્રયત્ન કર્યો છે કે, “જે બાબતો સામાચારીભેદવાળી, ગચ્છભેદને સ્પર્શનારીછે, એ ન આવે. જે તમામ ગચ્છોને માન્ય બને એવી જ કેટલીક બાબતોનો, એવા જ કેટલાક નિયમોનો આમાં સમાવેશ કર્યોછે. આમ છતાં ઉપયોગ ન રહેવાથી કે અજાણપણામાં કોઈને પણ દુઃખ થાય એવી બાબતો લખાઈ હોય, શાસ્ત્રવિરૂદ્ધ પ્રરૂપણા થઈ હોય તો અંતઃકરણથી ક્ષમાયાચના કરું છું. ભુલથી પણ જે નિયમો એવા લખાયા હોય કે જે નિયમો કોઈક ગચ્છની સામાચારીથી વિરુદ્ધ હોય તો તે તે ગચ્છના સંયમીઓએ તે નિયમો રદ સમજવા, કેમકે ગચ્છની સામાચારીનું પાલન તે તે ગચ્છના સંયમીઓ માટે કર્તવ્યરૂપ છે. એની વિરુદ્ધના નિયમો તેઓ ન સ્વીકારે.
સંયમીઓ પાસે એક અપેક્ષા :
આ પુસ્તકના પ્રારંભમાં જ એક સાથે બધા નિયમો આપેલા છે. પુસ્તક વાંચ્યા બાદ નિયમો લીધા હોય અને એ નિયમો જ પાસે રાખવા હોય તો એ શરૂઆતના ૧૦-૧૨ પાના ફાડીને પાસે રાખી શકાય, આખું પુસ્તક પછી ઉંચકવું ન પડે.
આ પુસ્તક વાંચ્યા બાદ સંયમીઓ જે કોઈપણ અભિગ્રહો ધારણ કરે તે તેઓ લખીને અમને મોકલાવે. નામ લખીને કે નામ વિના કોઈપણ રીતે મોકલાવશે તો ચાલશે. ૨૦૦માંથી માત્ર ૧૦ અભિગ્રહ લે તો પણ લેશ પણ શરમ રાખ્યા વિના એ અભિગ્રહો પણ લખીને અમને મોકલાવે. ઉપરાંત એ સિવાય પણ સંયમીઓએ પોતાની મેળે જે અભિગ્રહો પૂર્વે ધારેલા હોય એ પણ અવશ્ય લખે. એ વાંચીને અનુમોદના કરવાની, બીજા સંયમીઓને પ્રોત્સાહિત કરવાની તક મળે.
કેટલાંક સંયમીઓ પોતાની આરાધના બીજાને ન કહેવાની' ટેકવાળા હોય છે. પણ તેઓ પોતાના નામ વિના જ ‘પોતાના આરાધના-અભિગ્રહો જણાવી શકે છે. એમાં એમનો આશય જળવાઈ રહે છે. `આ પુસ્તકની કિંમત સંયમીઓએ માત્ર આટલી જ ચૂકવવાની છે. જો, જો ! પ્રમાદ આળસમાં આ વાત વીસરાઈ ન જાય.
સરનામું : કમલ પ્રકાશન ટ્રસ્ટ, ૨૭૭૭, નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ. એ કવર ઉ૫૨ (અભિગ્રહોનું લીસ્ટ) એમ ખાસ લખવું. જેથી એ ગમે ત્યાં ન જતું રહે.
કદાચ કોઈપણ અભિગ્રહ ન લે તો પણ આ પુસ્તક અંગે તમારો અભિપ્રાય શું છે ? એ પણ જણાવશો. અભિગ્રહ લો તો એમાં ય તમારો અભિપ્રાય અવશ્ય જણાવશો.
આ નિયમો સિવાય હજુ પણ સેંકડો બીજા નિયમો હોઈ શકે છે. પણ એ બધા લખું તો પુસ્તક ઘણું જ મોટું થઈ જાય. એટલે જે ઉપયોગી લાગ્યા, એ નિયમો લીધા છે. એ સિવાય પણ બીજા જે કોઈ નિયમો હોય તે સંયમીઓ સ્વયં લઈ શકે છે. “આ જ નિયમો લેવા' એવો કોઈ જ આગ્રહ નથી.
પુસ્તકમાં છેલ્લે પરિશિષ્ટ તરીકે જરૂરી શાસ્ત્રપાઠો આપ્યા છે. અને પુસ્તકના લખાણમાં ઠેર-ઠેર એ