Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 8
________________ કે જે જિનશાસનના સમ્યક્તના પ્રતાપે આપના જેવાના પરમ-આપ્તભાવને અમે અનુભવીએ છીએ. $ આ તે કુવાસનાઓ રૂપી પાશને ખતમ કરનારા તે જિનશાસનને નમસ્કાર થાઓ. છે * કવિ ખીમાવિજયજીની ખુમારી ભરેલા શબ્દો! કલિકાલે પણ પ્રભુ! તુજશાસન, વર્તે છે અવિરોધજી. હે વીર ! આ હળહળતા કળિકાળમાં પણ જ તમારું જિનશાસન કોઈપણ વાંધા-વિરોધ વિના સ્થિર વિદ્યમાન છે. મંત્રીશ્વર વસ્તુપાળની ભાવના કેવી ! यन्मयोपार्जितं पुण्यं, जिनशासनसेवनात् । जिनशासनसेवैव तेन मेऽस्तु भवे भवे । આ જન્મમાં જિનશાસનની સેવા કરવા દ્વારા મેં જે પુણ્યનું ઉપાર્જન કર્યું છે. તેના પ્રતાપે મને ભવોભવ ૪ જિનશાસનની સેવા કરવાનો લાભ સંપ્રાપ્ત થાઓ. હજારો શાસ્ત્રો અને હાજરો ગુજરાતી કાવ્યોમાં દૃષ્ટિપાત કરીએ તો એ પ્રાચીન સેંકડો મહાપુરુષોના ૪ જ માનસપટ ઉપર જિનશાસન માટેનો અથાગ, અતાગ, અદ્વિતીય બહુમાનભાવ સ્પષ્ટ જોવા મળશે. આ $ “જિનશાસન મળ્યાની અને ફળ્યાની ધગધગતી ખુમારી એ મહાપુરુષના રોમેરોમે કેવી વસી હશે?” એ છે તેઓના મુખમાંથી સ્વાભાવિક રીતે સરકી પડેલા કે કલમમાંથી લખાઈ ગયેલા શબ્દો ઉપરથી અનુભવવા જ છે મળશે. . છે ૨૫૦૦ વર્ષના ઇતિહાસમાં જિનશાસન રૂપી નભોમંડળમાં સેંકડો-હજારો મહાપુરુષો સૂર્યની જેમ આ ઝળહળ્યા અને એ પ્રત્યેકના રગેરગમાં જિનશાસન મળ્યા બદલનો પરમાનંદ પણ પ્રગટી રહ્યો. આ બધું જ જ જોતા આપણને લાગે કે આપણે યંકેવા પ્રચંડ પુણ્યોદયના સ્વામી! આવા મહાપુરુષોને જે શાસન પ્રાણપ્રિય છે જ હતું તે શાસન આપણને પણ મળ્યું. ભલે આજે જૈન શ્રમણ સંસ્થામાં અનેક જુદા જુદા ગચ્છો હોય, અનેક ગચ્છાચાર્યો હોય, અનેક જ જે સામાચારીભેદ અને મતભેદ હોય પણ એ વાત તો નક્કી છે કે તમામ સાચા સંયમીઓ પોતાની સામાચારી, ૪ જે પોતાના ગુરુ, પોતાના ગચ્છ કરતા પણ જિનશાસનને વધુ ચાહે છે. જિનશાસનને વધુ મહાન, સૌથી મહાન જ છે ગણે છે. મહાયોગી આનંદઘનજી મહારાજે કહ્યું છે ને? કે “જિનમતમાં સઘળા દર્શન છે, દરિસને જિનમત છે ૪ ભજના રે.' જિનશાસન વિરાટ સમુદ્ર છે. એમાં વિશ્વના સર્વદર્શનો રૂપી નદીઓ સમાઈ જાય છે. પણ એ જ દર્શનોમાં જિનશાસન ન સમાય. (અલબત્ત, જિનશાસન અણુમાં અણુ, મહાનમાં મહાન છે. જે સામાન્ય જીવ પણ સંપૂર્ણ રીતે પ્રભુની ૪ ૪ આજ્ઞાને વફાદાર છે એ નાનામાં ય જિનશાસન છે અને આ જિનશાસન સર્વ દ્રવ્ય-ક્ષેત્રાદિને વ્યાપીને જ જ હોવાથી વિરાટ છે.) એ જ વાત અહીં પણ લાગુ પડે કે જિનશાસનમાં સઘળાય ગચ્છો સમાઈ જાય પણ કોઈ એક ગચ્છમાં જ જ આખું જિનશાસન ન સમાય, કેમકે ગચ્છનું સ્વરૂપ નાનકડું છે. જિનશાસન અતિ-અતિ વિરાટ છે. ' જે માટે જ જિનશાસનને સમજેલા મહાત્માઓની દષ્ટિ પણ જિનશાસન જેવી જ અતિ વિરાટ હોય છે. જે છે એ મહાત્માઓ ગચ્છભેદ, મતભેદ, સમાચારી ભેદ ને વચ્ચે લાવ્યા વિના જિનશાસન માટે જે કંઈ કરી જે

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 294