Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
શાબરભાષ્યગત ભાષાવિચાર
ડો. નારાયણ કંસારા
અધ્યક્ષ મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી, અમદાવાદ
પ્રાસ્તાવિક જૈમિનિ અને શબરસ્વામીનો સમય
જૈમિનિ રચિત “મીમાંસા સત્રને સમય સામાન્ય રીતે ઈ.સ. પૂર્વે ૪૦૦-૨૦૦૫ અને મીમાંસાસૂત્રના ભાષ્યકાર શબરસ્વામીને કાળ એમ. બીરયૂ , એફ. ઝાગે" અને ઈ. ફ્રાઉવાલનેરે આશરે ઈ.સ. ૫૦૦ની પૂર્વ અને ગાગે એ ઈ.સ. પૂર્વે ૧૦૮ પછી હોવાનું સ્વીકાયુ છે. ઉપલબ્ધ મીમાંસાસુત્ર ભામાં શાબરભાષ્ય શોથી પ્રાચીન છે. આ ભાષ્યમાં અવતરણરૂપે ટાંકવામાં આવેલ વૈદિક મંત્રોનાં અને સ્મૃતિગ્રંથમાંનાં ઉદરગો ગ્રંથનામના ઉલ્લેખ વિના જ નિદેશવામાં આવ્યાં છે. ક્રાઉવાલને શાબરભાષ્યમાં પ્રક્ષેપ થયા હોવાની શક્યતા અંગે ધ્યાન દેયુ છે. દા.ત વી. સૂ, ૧. ૧, ૬-૨૩માંની શબ્દનિત્યાની ચર્ચાને લગતે ભાગ ૨ પરંતુ ગાઢેરના મતે શનિત્યત્વને લગતા મદ્દો શાબરભાષ્યમાં અપ્રસ્તુત તે નથી જ, અને આ ગ્રંથભાગ પ્રમાણભૂત તરીકે સ્વીકારાયેલ છે. આ ગ્રંથભાગમાં ભાષા અને સત-તત્ત્વને લગતા શબરસ્વામીના વિચાર ગ્રંથસ્થ થયેલા છે. મીમાંસાનો મૂળ ઉદ્દેશ
જૈમિનિએ “મીમાંસાત્રની રચના સમુદ્ર જેટલાં અમાપ શ્રુતિવચનમાં પ્રગટ થયેલા ધમના સ્વરૂપને નિર્ણય કરવા અને તેને અનુષંગે ઉપલબ્ધ સમગ્ર શ્રુતિવચનોને સમ્ય, રીતે અર્થનિર્ણય કરવા માટે કરી છે. વેદમાં જે કમ અને જ્ઞાનને ઉપદેશ કરવામાં આવ્યું છે, તેને સમજાવવા માટે ઉત્તરકાળમાં ત્રષિ-મુનિઓએ વેદની શાખાઓ અને બ્રાદાણઆરણ્યક-ઉપનિષગ્રંથનું પ્રવચન કર્યું. દ્વાપયુગના અંત સુધી કુપાયન વ્યાસને શિષ્ય-પ્રશિ સુધી આ પ્રવચનપરંપરા ચાલુ રહી. આ સુદીર્ધકાળ દરમ્યાન કર્મકાંડ અને અધ્યાત્મજ્ઞાનકાંડમાં અનેક વાદ ઉભવ્યા અને અનેક વિષયમાં તે પરસ્પર વિન્દ્ર વ્યવહાર પ્રચાર પામ્યો. મંત્રાનથકથવાદ જેવા વેદનું ખંડન કરનાર વાદ પણ ઉદભવ્યા. કર્મકાંડ અને - લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં તા. ૨૮-૧-૧૮૮૭ના રોજ આપેલું પ્રથમ
યુનિવર્સિટી વ્યાખ્યાન,