Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
શોબરભાષ્યગત ભાષાવિચાર
- શબરવામીએ શબ્દને વાક્યને વિશિષ્ટ અર્થ પ્રત્યાયક એકમ ગ છે, આ ઉપરથી અર્થપૂર્ણ ભાષામાં શબ્દનું મહત્ત્વ કેટલું પાયાનું છે તે સ્પષ્ટ થાય છે. શબ્દ પદાર્થની સાથે પ્રામાણિક કે યથાર્થ સંબંધ ધરાવતા હોય તે જ અર્થપૂર્ણ વાણી સંભવે છે. તાત્પર્ય કે શબરસ્વામીના મંતવ્ય અનુસાર અર્થપૂર્ણ વાકય એ શબ્દ અને આકૃતિ સમાન વિધાયક સ્તરે રહેલાં હવાનું પ્રબળ નિદર્શન કરે છે; એમાં એવી કે માનવીય અસર કે દખલગીરી નથી હોઈ શક્તી જે વાક્યના 'ટ થયેલ પદાથને નષ્ટ કરે, શબ્દ પદાર્થને યોગ્ય સંદર્ભમાં ઓળખાય નહીં કે પ્રસ્તા માનસિક ખામી ધરાવતો હોય તે વાયને અર્થ અવળો સમજાય એવું બને. પણ એ અર્થબ્રાન્તિ વાકયને લીધે નથી થતી; વાક્ય તે પદોના જૂથ તરીકે એક પૂણુ જથ હોય છે. જો એ શબ્દજૂથ એક એકમ ન બને તે વાક્ય કહેવાય જ નહીં, ખરું જોતાં તે માનવીય અસરને લીધે વાયન, વાસ્તવિકતાને અનુસરીને કાંઈક અભિવ્યક્તિ કરવાના કાર્યમાં કેઈ દખલગીરી થઈ શકતી નથી. તેથી મનુષ્ય સાચા શબ્દ કે વામને બધ કરાવી શકે; છતાં તેના અર્થ બોધક કાયને કઈ ઉલટાવી કે પલટાવી શકે નહીં.
યથાર્થ ભાષા
વસ્તુ સાથેના તેના કુદરતી અને પપત્તિક સંબંધ બાબતે શબ્દ મનુષ્ય પર આધાર રાખતા નથી, અને વસ્તુ સાથેના અર્થપૂર્ણ સંબંધ માટે શબ્દ એ વાક્યને પામે છે, તેથી શબરસ્વામી ભાષાના સંદર્ભમાં શબ્દની પ્રસ્તુતતા ઉપર પ્રકાશ પાડતાં કહે છે કે શબ્દ નિત્ય હોવું જોઈએ. કેમ ? દર્શન પારકા માટે હોવાથી, દશન એટલે ઉચ્ચારણ. તે પરાર્થ અર્થાત બીજી વસ્તુને ઓળખાવવા માટે હોય છે. ૦૭ આ કારણે વાસ્તવિક પદાર્થો પ્રત્યે પિતાના પ્રતિભાવ દર્શાવવા હોય ત્યારે મનુષ્ય પદાર્થ સાથે યોગ્ય સંબંધ ધરાવતા અવાળા શબ્દો પ્રવકને ભાપા દ્વારા એ કાર્ય સાધે છે. જેમ કે, કઈ માણસ ગાયને જુએ છે ત્યારે “ગાય” એ વસ્તુ પ્રત્યે પ્રતિભાવ ગાય’ શબ્દના પ્રયોગ સાથે એકરૂપતા ધરાવે છે અને એથી ઊલટું, શબ્દ અને અર્થ એકસાથે હયાત હોય છે. શરિસ્વામીના મતે આ પ્રયોગની એક સળંગ પરંપરા ઉતરી આવેલી હોય છે, અને એ પણે તે એ પરંપરાનું માત્ર સમર્થન જ કરતા હોઈએ છીએ. શબરસ્વામી વસ્તુની વાસ્તવિકતાને તેના સંબંધિત શબ્દ સાથે સાંકળે છે અને એ વસ્તુનું જ્ઞાન શબદ દ્વારા થાય છે એ હુંકીકત ઉપર ભાર મૂકે છે. પુરુષ દ્વારા ઉચ્ચારિત શબ્દથી જે જ્ઞાન થાય છે તેના મિથ્યાપણાની આશંકા થઈ શકે છે, કેમ કે તે અવસ્થામાં એ બીજાનું જ્ઞાન હોય છે. પરંતુ (અપરુચ) શબ્દ કહે ત્યારે એનું જ્ઞાન કેવી રીતે મિયા હોઈ શકે ? કેમ કે એ વખતે બીજા કોઈ પુરૂ પાસેથી જ્ઞાનની ઈછા આપણે કરતા નથી. આપ (=પૂર્વપક્ષી) પણ “(અર્થનું) કથન કરે છે એમ કહે છે. અર્થાત બંધ કરાવે છે, જાણનાર વ્યક્તિના જ્ઞાનનું નિમિત્ત બને છે. શબ્દ નિમિત્તભૂત હોય ત્યારે પિતે જ જાણે છે, તેથી “ આ એમ નથી” એવું છેતરામણું કેવી રીતે બોલી શકાય ?
અહીં ભાપામાંની યથાર્થ વાણી સાથે નહીં, પણ એકંદરે ભાષા અને શબ્દની પ્રમાણભૂતતા અંગે સાચા જ્ઞાનના સંદર્ભમાં શબરવામને નિસ્બત છે. સાચા જ્ઞાનને પ્રમાણભૂત મૂળ સ્ત્રોત તરીકે યથાર્થ વાણીમાંના “ શબ્દ 'ની વિચારણા એ કેન્દ્રભૂત મુદો છે