Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 310
________________ અવેલેકિન 15 ૧ શ્રુતજ્ઞાન (સહજજ્ઞાન) ૨. ચિન્તા (ચિંતનથી પ્રાપ્તજ્ઞાન) ૩, ભાવના (અપક્ષાતબતિથી મેળવેલુ કાન), છેલ્લે તકની અનિર્ણાયકતા અને અનુભૂતિથી પ્રાપ્ત થયેલા જ્ઞાનની શ્રેષ્ઠતા બતાવી ગ્રંથકાર અધિકાર પૂરે કરે છે. - દ્વિતીયધિકારમાં અધ્યાત્મજ્ઞાનની સ્પષ્ટતા, શબ્દબ્રહ્મ પછી પરષાની પ્રાપ્યતા કેવળ તકથી આત્માનુભૂતિની શક્યતા; સિદ્ધસાધક ભેદનિરૂપણ સવિકલ્પ-નિર્વિકલ્પ સમાધિ અને તેનાં અધિકારીની ગ્યતા, ચિત્તશુદ્ધિની અનિવાર્યતા અને અદવૈતસ્થિતિને પામેલ ગી (મુનિની અવર્ણનીય દશાનું વર્ણન આવે છે. પ્રિયાયોગ' નામના ત્રીજા અધિકારમાં ગ્રંથકાર કમવાદનું જ્ઞાનસાપેક્ષ વર્ણન કરે છે. શા મા દિt વિન' એ પરંપરિત આદર્શને અનુસરી ગ્રંથકાર કમર અને જ્ઞાનની પરસ્પર ઉપાદેયતા બતાવે છે. યથેચ્છાચરણમાં દોષ બતાવી વિધિનિષેધનું પ્રતિપાદન કરે છે. અવિદ્યા વાસના, ભવબીજ વગેરેને કમના પર્યાય બતાવે છે. તેમાં ગ્રંથકારની સમન્વયમૂલક આગવી સઝ પ્રગટ થાય છે. ક્રિયાગને ભક્તિગનું રૂપ આપી વીતરાગની સ્તુતિ સાથે અધિકાર પૂરો કરવામાં આવે છે. - ચતુર્થાધિકારમાં જ્ઞાન અને ક્રિયાયોગનાં અવલંબનથી સમય સ્થિતિને પામેલા યોગીની મનોદશાન' અદભુત વર્ણન છે, સામ્યોગની વ્યવહારુતા દર્શાવતા. “સામગ’ની સ્થિતિને પામેલા નમી, યુધિષ્ઠિર વગેરેનાં દૃષ્ટા સાથે ગ્રંથ સમાપ્ત કરવામાં આવ્યું છે, તે ‘અધ્યાત્મપનિષદ્' એ જૈનદર્શનની પરંપરાને ગ્રંથ હોવા છતાં, તેમાં સાંપ્રદાયિક મતાગ્રહને નહીંવત સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રંથકાર અધ્યાત્મસાધનામાં ઉપયોગી હોય તેવું બધું જ જૈન તથા જૈનેતર વિચારધારાઓમાંથી મુક્ત મને સ્વીકારે છે. લેખકને દૃષ્ટિબિંદુ ખંડન–મંડનનું નહીં પણ પ્રાયઃ સમન્વયવાદી રહ્યું છે. “આત્મન્નતિ' એ ગ્રંથની કેન્દ્રસ્થ વિચારધારા છે. ટીકાકાર પરબ્રહ્મ' શબ્દનું આમેપરક અર્થઘટન કરે છે તે બહુ પ્રતીતિકર લાગતું નથી. અધ્યાત્મવિદ્યા અંગે અનેક ગ્રંથ રચાયા છે. પરંતુ પ્રસ્તુત ગ્રંથમાં સરળતા, સ્પષ્ટતા અને સંક્ષિપ્તતા માટે જે આગ્રહ રખાય છે. તે તે વિષયને લગતા સમગ્ર સાહિત્યમાં એક નવું પરિમાણ બક્ષે છે. દાખલા, દષ્ટાંતો આપી ગ્રંથકાર વિષયવસ્તુનું સચોટપણે નિરૂપણ મૂળ ગ્રંથ શ્લેકબદ્ધ છે. તેમાં ભાવને પ્રફટ કરવા વિવિધ અલંકાર અને છ ને પણ છૂટથી ઉપયોગ થ છે. ભાષાશૈલી પ્રવાહી અને હૃદયંગમ છે. ક્લિન્ટના નહીંવત છે. ટીકા કારની ભાષા પણ સરળ અને સ્પષ્ટ છે મૂળગ્રંથકારનાં અભિપ્રાયને સ્પષ્ટ કરવા ટીકાકાર યથાસ્થાને અન્યગ્રંથનાં વાકય ઉદ્દધત’ કરે છે તેમાં ટીકાકારની બહુશ્રુતતા અને કોઠાસેઝ વ્યક્ત થાય છે. ટીકામાં ખાસ આવશ્યક બાબતે સિવાયની ચર્ચા ટાળવામાં આવી છે. છતાં કયાંય અસ્પષ્ટતા રહેલી હોય તેવું ભાગ્યે જ જણાય છે.

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318