Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 313
________________ અવલોકન મૂલ્યાંકન અને ઉપસંહારના પ્રકરણમાં આ કાવ્યની વિલક્ષણતાઓ લેખિકાએ કલ્પના વૈભવ, ભાવેને અનુરૂપ શબ્દપ્રયોગ, વાસ્તવિકતા, પ્રાસાદિકતા વિગેરે દસ મુદ્દામાં સેદાહરણ અને સ્પષ્ટ રીતે કરી છે, જે આ કાવ્યની ગુણવત્તા અને મર્યાદાઓ બાબત લેખિકાની સ્પષ્ટ અનુભૂતિ અને વિચારણાને વ્યક્ત કરે છે. “સૂરસવને સુંદર અને સમુચિત પરિચય આપતા એક શાસ્ત્રીય અભ્યાસ તરીકે અનુશીલનને આપણે આવકારીએ ત્યારે એટલું ઉમેરીએ કે સમથ વિવેચક હોવાની પૂર્વે વિભૂતિબેન સાચા અને સહૃદય કાવ્યના રસાસ્વાદક છે તે તેમણે સિદ્ધ કર્યું છે. રમેશ બેટાઈ - કીર્તિમુદ્રા (એક પરિશીલન). ડિ વિભૂતિ વિક્રમ ભદ, સારસ્વત પ્રકાશન, અમદાવાદ-૮ જુલાઈ, ૧૯૮૬, પાનાં ૧૨૬+૧૭. મૂલ્ય-રૂા૨૦do, કવિ સોમેશ્વરજીવન અને કવન” એ વિષય પર પી.એચ.ડી. પદવી મેળવ્યા પછી સોમેશ્વરનાં રચેલાં બે મહાકાવ્યને આલેચનાત્મક અભ્યાસ અનુશીલનરૂપે ગ્રંથ ડે. વિભૂતિબેન ભટે આવે છે, તેમાં “કીતિકૌમુદી” નું પરિશીલન, ગુજરાતમાં રચાયેલા એક મૂલ્યવાન સંસ્કૃત કાવ્યને આલોચનાત્મક અભ્યાસ આપણને આવકારપાત્ર જણાય છે. આ પરિશીલનમાં ઐતિહાસિક મૂલ્ય ઉપરાંત રસાસ્વાદન તેમજ આલોચના બંનેની દૃષ્ટિ જળવાઈ છે તેને ખ્યાલ કવિના પ્રથમ પરિચયે જ આપણને મળે છે. સાત પ્રકરણોના આ અભ્યાસમાં નીચેના સમુચિત અને સ્વાભાવિક ક્રમ જળવાય છે તે આનું મોટું પ્રમાણ છે. ૧. કવિને સંક્ષિપ્ત પરિચય. ૨, ઐતિહાસિક મહાકાવ્યની પરંપરા. ૩. “કીર્તિકામુદીનું કથાવસ્તુ, ૪. અતિહાસિક મૂલ્યાંકન. ૫. એતિહાસિક મૂલ્યાંકન (ચાલુ) ૬. મહાકાવ્યની દૃષ્ટિએ મૂલ્યાંકન. ૭, મહાકાવ્યનું મૂલ્યાંકન અને ઉમસંહાર. . દેખીતી રીતે જ આ સાત પ્રકરણે પૈકી ૪, ૫ અને ૬ “કાતિકૌમુદી”ના મૂલ્યાંકનની. દષ્ટિએ મહત્વનાં છે, કારણ આ કાવ્ય ઐતિહાસિક કાવ્ય છે. તે જ રીતે. એક સમથ. મહાકાવ્ય છે. - આ કાવ્યના ઐતિહાસિક કાવ્ય તરીકેના મૂલ્યાંકનમાં વિષચેના નિરૂપણની સર્વગ્રાહિતા, સૂક્ષમતા અને સમુચિતતા ખાસ ધ્યાન ખેંચે છે. હેમચંદ્ર, અમરચંદ્ર અને અન્ય કાવ્યકારોના તથા ઉપલબ્ધ બીજા સંદર્ભે ધ્યાનમાં રાખીને પૂરા વિવેકપૂર્વક વિભૂતિબેને વિષય ચર્ચા છે અને ઐતિહાસિક કાવ્ય તરીકે જે ઈ માહિતી “કીતિકો મુદી”માં મળે છે તે તારવી છે. આ માહિતીના પ્રામાણ્ય કે અપ્રામાણ્ય બાબત જરૂરી જણાયું ત્યાં તેમણે અન્ય પ્રમાણેને આધારે ચર્ચા કરી છે, સતત અન્ય કાવ્યકારોના અતિહાસિક પ્રદાનને આ કાવ્યના પ્રદાન

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318