Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
76
અવેલેકિન
આ સમગ્રત્યા જેમાં ગ્રંથની રીતિ અને વિષયવસ્તુમાં બુદ્ધિના વિલાસ કરતા અનુભૂતિની છોપ વધુ પ ઉપસી આવે છે. ગ્રંથકાર સ્વાનુભૂતિને પ્રગટ કરતાં હોય તેવું લાગે છે. વિષયવસ્તુને ભગવતગીતા અને અદ્વૈત વેદાંતની વિચારધારા સાથે ગાઢ સામ્ય છે.
I સ્વાદવાદને કેન્દ્રમાં રાખી વિવિધ વિચારધારાઓના સમન્વય કરવામાં ગ્રંથકાર અને ટીકાકારને આગ્રહ કયાંક કયાંક વધુ પડતે દેખાય છે, છતાં એકંદરે ગ્રંથ હરકેઈ બ્રહ્મવિદ્યાનાં જિજ્ઞાસુને ઉપકારક થાય તે છે.
સમન્વયાત્મક અધ્યાત્મ સાહિત્યમાં “અધ્યાત્મોપનિષદ' એ યશોવિજયજીનું નેંધપાત્ર પ્રદાન છે. અધ્યાત્મવિદ્યાનાં જિજ્ઞાસુઓને ઉપકારક એવો આ ગ્રંથ હજી “પથીનાં રૂપમાં જ સંગ્રહીત છે એ એક આશ્ચર્યની વાત છે
,
શ્રી દયાળ ભગત સુ સવ-એક અનુશીલન-ડે વિભૂતિ વિક્રમ ભટ્ટ, સારસ્વત પ્રકાશન, મણિનગર, અમદાવાદ. મે-૧૯૮૦, કિંમત રૂા૧૫-૦૦, પાના : ૧૨૦ + ૮
ગુજરાતને કવિઓનું સંસ્કૃત સાહિત્યને મોટું પ્રદાન છે, તે આપણને વિદિત છે. ભટ્ટી, જિનેશ્વરસૂરિ, સૂરાચાય, હેમચંદ્ર, અમરચંદ્ર વગેરે ઉપરાંત અન્ય ઘણું કવિઓએ સંસ્કૃત મહાકાવ્યના શોત્રે સારાં મહાકાવ્યો આપ્યાં છે. આ ઉપરાંત પણ અન્ય મહાકાવ્ય રચનારા કવિઓમાં સેમેશ્વર (બારમી-તેરમી સદી)નું સ્થાન છે. “
સુ ત્સવ' એ એની ખ્યાત રચના છે. આકૃતિનું અનુશીલન એટલે કે તેનું આલેચનાત્મક અધ્યયન આ કૃતિમાં ડો. વિભૂતિબેન ભટ્ટ આપે છે.
" આપણે ત્યાં કૃતિની અચનાની બે પદ્ધતિઓ છે. પરંપરાગત અને નવીન. કવિ, તેિને સમય, તેની કૃતિઓ, કથાનક, તેને પરના પ્રભાવે તેનું કાવ્યસ્વરૂપ વગેરેની ચર્ચા સાથે કતિની કાવ્ય તરીકેની વિલક્ષણતાઓ નિરૂપવી અને રસાસ્વાદ કરાવવો એ પરંપરાગત પદ્ધતિ છે. અન્ય નવીન પદ્ધતિ છે. કૃતિના રસાસ્વાદને કેન્દ્રસ્થાન અને પ્રાધાન્ય આપી અન્ય પ્રશ્નોને ગૌણ ગણવાની વિભૂતબેને આ અનુશીલન પરંપરાગત પદ્ધતિએ લખ્યું છે અને તેમાં જે એક્સાઈ, ઝીણવટ અને કાળજી અપેક્ષિત છે તે રાખ્યાં છે.
મા “નામૂલં લિખતે કિંચિત નાનપેક્ષિતસ્યતે”. એ મલ્લિનાથે આપેલે આલોચનાને સિદ્ધાંત એક આદર્શરૂપે શ્રેષ્ઠ આલેચકે સતત જાળવતા હોય છે વિભૂતિબેન આ આદર્શને અનુસરતાં જણાય છે અને તેથી પરંપરાગત આલોચન, પૂર્ણ પ્રમાણોના આગ્રહ સાથે જે રીતે અભ્યાસ આપે, તે આપવામાં વિભૂતિએન સફળ થયાં છે, અભિનંદનને પાત્ર છે. હા, એમ જણાય છે કે તેમનાં નવ પ્રકરણ તેમની ગોઠવણીને બદલે નિમ્નલિખિત વયવસ્થામાં ગેવાયાં હેત તે આ અભ્યાસ સો ટકા ધાનિક બનત :
(૧) કવિ અને કૃતિઓ. - “(૨) સુ ત્સવ– એક મહાકાવ્ય ' (૩) વિષયવસ્તુ.