Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
80
અવલેકન
ચિંતન આપવા ઉપરાંત આ ગ્રંથના લેખક કેટલાક મુદ્દાઓ પર પિતાને અભિનવ દષ્ટિકોણ પણ રજૂ કરે છે, લેખકના આ અભ્યાસનું સાચું મૂલ્ય અહીં રહેલું છે. જો
પરંપરાગત રીતે પ્રકરણો પાડવાને બદલે લેખકે સળંગ એક એક વિષય પરનું લખાણ કર્યું છે. પરંતુ તેમાં આન્તરિક રીતે તે વિભાગીકરણ છે જ. ૧ થી ૯માંને વિષય પુરાણેને લગતા સામાન્ય વિષયે ચચે છે. ૧મામાં મહાપુરાણેને પ્રત્યેકને રંક પરિચય તેમણે આપ્યો છે. આ પછી ૧૧ અને ૧૨માં જૈન અને બૌદ્ધ સાહિત્યનાં પુરાણેને ટૂંક પરિચય આપીને ૧૩મામાં લેખક ભાગવત સહિત સંસ્કૃત સાહિત્યનાં ચાર અમૂલ્ય રત્નોને પરિચય આપે છે. આ પછી ૧૪મા થી ૨૪મા સુધીમાં પુરાણોના કેટલાક પ્રતિપાદ્ય વિષયની સંક્ષિપ્ત છતાં પ્રભાવશાળી મીમાંસા લેખકે કરી છે.
લેખકની આ થોડામાં ઘણું કહેતી, ગાગરમાં સાગર ભરતી કૃતિની સમીક્ષા કરતાં કહી શકાશે છે કે–
(૧) દેવીભાગવત’ એક મહાપુરાણ છે અને તેને મહાપુરાણોમાં શ્રીમદ્ ભાગવતને સ્થાને મૂકવું જોઈએ તેવો દાવો લેખક કરે છે ત્યારે તેઓ ભારપૂર્વક કહે છે કે ‘ભાગવત’ એ તે તમામ પુરાણ કરતાં ઉત્કૃષ્ટ, મહાભારત, રામાયણ તથા શ્રીમદ્ ભગવદ્ ગીતાને સમકક્ષ તથા પ્રસ્થાનત્રયીને પ્રસ્થાનચતુષ્ટયી બનાવનાર ગ્રંથ છે. આ વાત લેખકે પૂરી દઢતા સાથે રજૂ કરી છે. આમ કરીને લેખક દેવીભાગવત તથા “શ્રીમદ્ ભાગવત' બંનેનું સાચું મૂલ્ય લેખક સિદ્ધ કરે છે,
(૨) પુરાણે વેદકાલીન અને તેથી મહાભારતના સમકાલીન ગ્રંથે છે એ પિતાની અને બીજા ઘણુની માન્યતા લેખક સર્વથા તર્કબદ્ધ રીતે રજૂ કરે છે. આ પ્રશ્ન પર હજી ઘણું બધા ભાવિ સંશોધનને અવકાશ છે.
(૩) જૈન અને બૌદ્ધ સાહિત્યનાં પુરાણોનું વિહંગાવલેકન કરીને લેખકે અનેક વિદ્વાન લેખકે, માટે ભવિષ્યના મૂલ્યવાન સંશોધનની નવી દિશા ખુલ્લી કરી છે.
(૪) ‘ભાગવત’ બાબતની લેખકની મુગ્ધતા અને તેની સિદ્ધિની સાચી આલોચને લેખકે આપી છે અને જાણે ભાગવત’ને નવા જ પરિપ્રેયમાં મૂકી આપ્યું છે.
(પ ૧૪ થી ૨૪ વિભાગમાં પ્રતિપાદ્ય વિષયમાં ટૂંકમાં છતાં ઘણું નવી ભાત પાડે તેવું લખાણ લેખક આપે છે. - નિર્ભીક તર્કબદ્ધ, સૂમ, સ્પષ્ટ અભ્યાસી અને ચિંતક તરીકેની છાપ લેખક આપણ મન પર અંકિત કરે છે. સાથે એમ પણ લાગે છે કે ૧૮ મહાપુરાણોને પરિચય થેડે વધુ વિસ્તૃત, સમીક્ષાત્મક અને સૂક્ષ્મ હોવો જરૂરી હતું. વળી ઉપર નિદેશેલા લેખકને નુતન પ્રસ્થાન રૂપ ચિંતનમાં પણ છેડે વધુ વિસ્તાર હોત તે વિશેષ પ્રકાશ પ્રાપ્ત થાત.
બાકી આ કૃતિ સવ" રીતે આવકારપાત્ર છે, વિદ્વત્તાપૂર્ણ અને વૈજ્ઞાનિક છે. અતિ સંશોપ છતાં સરળતા અને સ્પષ્ટતાએ આ કૃતિની આગવી સિદ્ધિ છે.
રમેશ બેટાઈ,