Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
સતના બળે પ્રગટેલે આંબે
૫૩ શુભશીલે જે પાંડવકથાને પ્રસંગને નિર્દેશ આપે છે તે પરંપરાગત કથાપ્રસંગને આધારે આ લેકગીત કે ધૂળ રચાયેલું છે. દુર્વાસા ઋષિની કેરીનું ફરાળ કરવાની માગણી (૫ણ ઘઉં, શાળ વગેરેને નિર્દેશ છે તે ફરાળ નહીં, પણ તેમાં તે પૂરા ભજનની વાનગીઓને સંકેત મળે છે) અને પાંડવ પરિવારે એક પછી એક પિતાના સતના પ્રભાવે અને શામળિયાના સ્મરણે આંખે ઉગાડીને ઋષિને કરાવેલું' ફરાળ કે ભેજન ગીતને વિષય છે. સતને પ્રભાવે આ ચમત્કાર થાય છે એમાં જૂની પરંપરા સચવાઈ છે, પણ તે સાથે કૃષ્ણભક્તિ પણ એક પ્રભાવક તત્વ તરીકે ભળેલ છે (દ્રૌપદીનાં ચીર કૃષ્ણ પૂર્યાને કથાપ્રસંગ સરખા, જેને ઉલ્લેખ ઘણું મધ્યકાલીન પદો અને ભજનમાં મળે છે). અંતિમ પંક્તિમાં આ ભાવ સ્પષ્ટપણે વ્યક્ત થયે છે : “સતને કારણે સાંભળે એનાં સંત રાખે ભગવાન”. પણ શુભશીલવાળા કથાપ્રસંગ અને સેકગીતને કથાપ્રસંગ વચ્ચે બીજા બે મહત્ત્વના ભેદ છે : પહેલામાં માત્ર દ્રપદી જ પાંચ વાર સત્યવાદ કરે છે અને ક્રમે ક્રમે આંખે ઊગીને ફળે છે, પણ બીજામાં પાંચ પાંડવ, દ્રૌપદી અને હું તો એમ પ્રત્યેક જણ એક પછી એક પિતાના સતનું કૃષ્ણસ્મરણ સાથે આહવાન કરીને ઈટ પરિણામ પ્રાપ્ત કરે છે. બીજુ', શુભશીલમાં આ પ્રસંગ સ્ત્રીની સ્વભાવગત કુશીલતાને દષ્ટાંત તરીકે આવે છે, જ્યારે લોકગીતમાં ધર્મ. સંકટ આવી પડે ત્યારે તેમાંથી ઉગારવાની સતની શક્તિ દર્શાવવાનું તાત્પર્ય છે અને કૃષ્ણ ભગવાને પિતાના ભક્તોની લાજ રાખતા હોવાનું પણું દૃષ્ટાંત પૂરું પાડે છે.
લોકકથાવિદેએ “સત્યક્રિયા" (પ.લિ “સચ્ચકિરિયા”“સાયાધિષ્ઠાન” કે “સત્યવાદને જે રીતે વિશ્વની લોકકથાઓમાં કથાઘટક તરીકે ઉોગ થયો છે તેને વ્યાપક અભ્યાસ કર્યો છે. અમુક સત્ય હકીકતને પ્રકટપણે લે. કસમક્ષ ઉદ્ગાર કરીને અમુક ઈચ્છા કે ઈષ્ટ પરિણામ ચમત્કારિકપણે સિદ્ધ કરી બતાવવું એ કથાસાહિત્યમાં મળતું' રાત્યક્રિયાનું સ્વરૂપ છે. જેમ કે આગમાં પડવા છતાં ન મળવું, ચડેલું ઝેર ઊતરી જવું, મૃતનું સજીવન થવું. ભારે આપત્તિમાંથી ઊગરવું, અસંભવિતનું સંભવિત બનવું વગેરે. બૌદ્ધ ગ્રંથ “મિલિંદપહ”માં (પૃ. ૧૧૯-૧૨૩) મિલિંદરાજાને ભિક્ષુ નાગસેને સચિિરયાને – સત્યના ઉચ્ચારણને-- ચમત્કારિક પ્રભાવ અને પ્રતાપ સવિસ્તર સમજાવ્યું છે,
નલેપાખ્યાનમાં સ્વયંવરમાં નળરૂપધારી દે વચ્ચે સાચા નળને ઓળખવા માટે તથા વનમાં વ્યાધને બળાત્કારથી બચવા માટે દખ્ય તી સત્યક્રિયા પ્રયોજે છે, પરંતુ ઉપર રજ કરેલા દ્રૌપદીની સત્યક્રિયાના પ્રસંગને મળતા પ્રસંગ ૪૪૪મી જાતકથા છે : પુત્ર યતદત્તને is સૌ પ્રથમ બલિ ગેમે આની ચર્ચા કરી છે. જુઓ “ધ એફટ ઑવ ટૂથ, જનલ
ઑવ ધ રોયલ એસિઆટિક સોસાયટી, જુલાઈ-૧૯૧૭, પૃ. ૪ર૯-૪૬૭. તેમાં જાતકકથા અને અન્ય બૌદ્ધ સાહિત્યમાંથી તથા વિશ્વના કથાસાહિત્યમથી સત્ય - ક્રિયાના અનેક પ્રસંગે ઢાંકેલા છે. પેન્કરે, એશન ઑવ સ્ટોરી' માં બલિંગેમના લેખની સામગ્રીને ઉપગ કરીને તેની પૂતિ કરી છે, (ગ્રંથ-૧ પૃ. ૧૬૬, ૨, પૃ. ૩૧-૩૩; ૩, ૫. ૧૬૯ ૧૮૨; ઉપરાંત જુઓ ૧૦માં ગ્રંથમાં સૂચિમાં “એફટ આવ થ),