Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
એ સતના બળે પ્રગટેલે આંબો
હરિવલ્લભ ભાયાણી
- પંદરમી શતાબ્દીમાં રચાયેલ શભશીલગણિને ‘વિક્રમચરિત્રમાં અગિયારમાં સર્ગમાં વિક્રમ રાજા સ્ત્રીચરિત્ર જાણવા ગયાનો પ્રસંગ રત્નમંજરીની કથામાં વર્ણવ્યું છે. તેમાં અંતે. પિતાની રાણી મદનમંજરીના દુરાચારના સાક્ષી બનીને ખિન્ન થયેલા વિક્રમને જ્યારે કેવી કયણ, પરપુરુષની લાલસા સ્ત્રીઓને સ્વભાવગત હોવાનાં ઉપદેશવચન કહે છે તે પ્રસંગે તે “મહાભારત'માંને દ્રૌપદીના પ્રસંગની દષ્ટાંતરૂપે વાત કરે છે. સંપાદક ભગવાનદ સ હરખચંદ, દેશીએ નોંધ્યું છે કે આ પ્રસંગને લગતે હસ્તપ્રતોમાં કેટલેક પાઠભેદ મળે છે. દ્રૌપદીએ ઉચ્ચારેલા શ્લોકોના પાઠ અને કમ બાબત કેટલીક ભિન્નતા છે, સમન્વયદષ્ટિથી પાઠભેદને જોતાં એ પ્રસંગ નીચે પ્રમાણે રજૂ કરી શકાય.
એક વાર યુધિષ્ઠિરે ગર્વપૂર્વક અભ્યાશી હાર ઋષિએને કહ્યું કે તમે ઈ છે તે ભેજન હું આપું. યુધિષ્ઠિરને ગવ ઉતારવા કવિઓએ માઘમાસમાં કેરીના બેનની માગણી કરી. એટલે નારદે દુર્વાસા ઋષિને આ સંકટમાંથી બહાર નીકળવાને ઉપાય પૂછીને તે યુધિકિરને જણાવ્યું. ઉપાય એ હતું કે જે દ્રોપદી પાંચ બાબત વિશે સત્યવાક બેલે તે તેના સત્યવાદને પ્રભાવે અકાળે આંબા ફળે. એ પાંચ બાબતે આ પ્રમાણે હતી : (૧) પાંચ પતિથી દ્રૌપદી સંતુષ્ટ છે ? (૨) તે સતી છે? (૩) તેના પરપુરુષ સાથેના સંબંધ શુદ્ધ છે? (૪) તેને પતિ પ્રત્યે પ્રેમ છે ? (૫) તેને આત્મસંતોષ છે? દ્રોપદીએ ઋષિઓનું તર્પણ કરવા માટે એ બાબતે વિશે સત્ય બોલવાનું રવીકાયુ. રાજસભામાં રસ લું રોપવામાં આવ્યું. સભા સમક્ષ દ્રૌપદીએ નારદને સંબોધતાં પહેલી બાબત પરત્વે સત્યવચન આ પ્રમાણે ઉચ્ચાયુ"; પાંચેય વીર, સ્વરૂપવાન પાંડવો મને વહાલા છે, તે પણ હે નારદ ! છઠ્ઠા પુરુષના સંગ મારુ મને ઝંખે છે. આ લેક ઉચ્ચારતાં જ સભામાં બેઠેલા સાંબેલાનું આંબાના થડમાં રૂપાંતર થઈ ગયું. '
તે પછી દ્રૌપદીએ બીજી બાબત પર સત્યવચન આ પ્રમાણે ઉચ્ચાયુ” : એકાંતનો અભાવ હોય, તકને અભાવ હોય અને કામુક પુરૂને અભાવ હોય તેટલા પૂરતી જ છે નારદ ! સ્ત્રી સતી રહે છે. આ વચન ઉચ્ચારાયું એટલે પેલા આંબાના થડને પાન ફૂટથાં.
- તે પછી ત્રીજું સત્યવચન આ પ્રમાણે કહ્યું : સુંદર નરને જોઈને પછી તે ભાઈ હોય, પિતા હય કે પુત્ર હોય સ્ત્રીની નિ ભીની થાય છે. આ ઉદ્દગાને પ્રભાવે આ મહો.
તે પછી દ્રૌપદીએ ઉચ્ચારેલું ચોથું સત્યવચન આ પ્રમાણે હતું : વર્ષાઋતુ પ્રાણીઓને વિહવળ કરનારી, કષ્ટકર તું છે, માત્ર તેથી જ સ્ત્રીઓને પિતાને પતિ પુરુષ તરીકે વહાલે લાગે છે, આ વચનને પ્રભાવે આંબે ફળ બેઠાં.