Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
- હરિવલ્લભ ભાયાણી સર્પદંશથી ચડેલું વિષ ઉતારવા માટે ભદત દિપાયન અને તેમના ભક્ત દંપતી માંડવ્ય અને ગાપ પોતે જીવનભર કરેલી આત્મવંચનાને કડવે એકરાર-આલોચના કરીને સત્યક્રિયા કરે છે દિપાયન પિને પચાસ વરસથી અનિચ્છાએ બ્રહ્મચર્ય પાળતા હોવાનું પ્રકટ કરે છે એટલે યજ્ઞકત્તનું છાતીની ઉપરના ભાગનું વિલ જરી જાય છે. પછી પિતા માંડ પોતાના સત્યનું બળ અજમાવતાં કહે છે કે હું વરસોથી બ્રાહ્મણ અને શ્રમની સેવા અનિચ્છાએ કરતે રહ્યો છું', એટલે પુત્રનું કમર સુધીનું વિષ ધરતીમાં ઉતરી ગયું. છેવટે માતા શેપા સત્યશ્રાવણુ કરતાં કહે છે કે “મને મારો પતિ કાળા નાગ જેટલે અપ્રિય છે, જોકે મેં તેમને આની કદી જાણ થવા દીધી નથી,' એટલે યાદત્ત નિધિ થઈને ઊઠે છે. (જુઓ “કમળના તંતુઓ, પૃ. ૨૭૭-૨૮૪). શિષ્ટમાન્ય, આદરણીય આચારનીતિને લગતા પિતાના દંભ અને અપ્રામાણિકતાની ઉઘાડી આત્મઘાતક જાહેરાત અને અનેક દ્વારા સત્યક્રિયા કર્યાથી ક્રમશઃ સિદ્ધ થતું અંતિમ પરિણામ એ મુદ્દાઓ અહીં ચર્ચિત દ્રૌપદીકથા અને જાતકકથા વચ્ચે સમાન છે.
બેટા આળ કે આરોપને ટાળવા સતના પારખાં કરવા અગ્નિદિવ્ય કેશાનદિવ્ય, જળદિય, સદિય જેવી કસોટીઓ ધમશાઍ આપી છે અને સાહિત્યમાંથી તેનાં ઘણું દૃષ્ટાંત ટાંકી શકાય છે. એકાદશીના વ્રત સાથે સંકળાયેલા, કણે હરી લીધેલા રાધાના હારને લગતા ધળમાં દિવ્ય વડે પિતાની નિર્દોષતા પુરવાર કરવા કૃષ્ણ તૈયાર થાય છે (જુઓ બ્લેકસાહિત્ય : સંપાદન અને સંશોધન”, પૃ. ૧૫-૧૬, ૨૦) સાચની કસોટીને યુક્તિપૂર્વક છળકપટથી ઉપયોગ કરવાના પણ અનેક દાખલા સાહિત્યમાં મળે છે, જેમ કે ૬૩મા જાતકમાં અથવા તે જૈન પરંપરાની નૂપુરપંડિતાની વાર્તામાં (જુઓ, “એશન એવ સ્ટોરી”, ગ્રંથ ૩, પૃ. ૧૮૦).
શભલે આપેલા કથાપ્રસંગ અને સેકપ્રચલિત ધૂળને વિઘેય એક જ છે એ હકીકતનું એક મહત્વનું ફલિત એ છે કે લોકકથાના અધ્યયનમાં પાણિક કથાપ્રસંગને લગતાં લેકગીતની સામગ્રી પણ ગણતરીમાં લેવી આવશ્યક છે. દીર્ઘ કથાકાવ્ય જ નહીં, પદ, ધોળ, ગીત વગેરે પણ આ માટે ઉપયોગી નીવડી શકે.