Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
લાભેશ વી. જેથી
હવે, બધ્ધો, બીજા વિકલ્પ અનુસાર, જે વ્યવહારને પ્રમાણરૂપ માને તે તે, બૌધ્ધ સિધ્ધાંતને સુસંગત થશે નહી. બૌધો તો માત્ર બે જ પ્રમાણો-પ્રત્યક્ષ અને અનુમાન જસ્વીકારે છે. તો આ પવહાર નામનું ત્રીજું પ્રમાણ વળી ક્યાંથી આવ્યું ?૨૨
વળી, ભગવાન બુધ પાસેથી સાંભળેલા પરંપરાગત શાસ્ત્રોનું પ્રામાણ્ય વ્યવહારના આધારે મનાતું હોય તે, વેદાદિનું પણ પ્રામાણ્ય સિધ્ધ થયું ગણાય; કારણ કે વેદને પ્રમાણ માનવાને વ્યવહાર પ્રસિત છે ૨૩
તેમ જ, બધાં પ્રત્યક્ષ જ્ઞાનમાં પ્રતિભાસિત પદાર્થો પ્રવૃત્તિ દ્વારા મેળવી શકાતા નથી. રાજાની પત્નીનાં આભૂષણોનું કે આકાશમાં ચમકતાં નક્ષત્રોનું પ્રત્યક્ષ-જ્ઞાન થાય પરંતુ પ્રવૃત્તિ દ્વારા તેવા પદાર્થોની પ્રાપ્તિ કરી શકાતી નથી અર્થાત્ વ્યવહારથી આવા પદાર્થોના જ્ઞાનનું પ્રામાણ્ય નકકી કરી શકાતું નથી. તેથી શું આવા પદાર્થોનાં પ્રત્યક્ષ જ્ઞાનને સાચાં ન માનવાં ૨૪
ઉપરાંત, બૌદ્ધમતાનુસાર પદાર્થો ક્ષણમાં નાશ પામી જનારા હોય છે અથવા ઉપેક્ષણીય હોય છે. અર્થાત્ તેવા પદાર્થોને પ્રાપ્ત કરવા કઈ પ્રવૃત્તિ કરતું નથી. તે શું, જે જ્ઞાનના વિષયરૂપ બનતા આવા પદાર્થને પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ ન કરવામાં આવે, તેવા જ્ઞાનનું પ્રામાણ્ય ન માનવું ૨૫ .
વળી, જે જ્ઞાન પ્રવૃત્તિ કરાવે તેનું પ્રમાણે માનવામાં આવે તે સ્મૃતિ સન્દહ, વિપર્યય પ્રકારનાં જ્ઞાને પણ પ્રવર્તક બને છે; તે શું તેવા જ્ઞાનોને સાચાં ગણવાં ?૨૬
ઉપરાંત બૌધ્ધ સિધ્ધાંત અનુસાર, પ્રત્યક્ષની ક્ષણે જે પદાર્થ જ્ઞાનમાં પ્રતિભાસિત થાય તે જ પદાર્થ પ્રાપ્તિની ક્ષણે હોતો નથી; અર્થાત જુદે જ પદાર્થ હોય છે. એટલે કે પ્રત્યક્ષ જ્ઞાન અમુક પદાર્થનું થાય; અને પ્રાપ્તિ બીજા જ પદાર્થની થાય ! પરંતુ, આવી પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ સંભવે નહીં'. ધારો કે કંઈક મનુષ્ય તરસ્યો છે અને જલને ઈચ્છે છે. તે મનુષ્ય અગ્નિને જોઈને જલાભિમુખ પ્રવૃત્તિ કરે એમ કદી બનતું નથી !૨૭
આમ ભાસત્તના મતે બૌદ્ધ પ્રામાયમત સ્વીકારી શકાય તે નથી, જ્ઞાનનું પ્રામાણ્ય અથરક્રિયા દ્વારા અથવા પૂર્વજ્ઞાનની સાથે પ્રાપ્ય પદાર્થને સંબંધ જોડવા દ્વારા કે અમુક જ્ઞાન પ્રવર્તક હોવાથી, નિશ્ચિત કરી શકાતું નથી. પરંતુ આપણને જે પ્રતીતિ થાય કે અમુક જ્ઞાન સંદેહ વગરનું છે અથવા બ્રાતિરહિત છે તે તે જ્ઞાનને સમ્યફ ગણાય; અને તે જ્ઞાનનું પ્રામાણ્ય રિસધ્ધ થયું કહેવાય ૨૮ - હવે ન્યાયપરંપરામાં, જ્ઞાનનું પ્રામાણ્ય શેના આધારે નકકી થાય છે તે સંક્ષેપમાં જોઈએ. વાસ્યાયન મુનિએ કહ્યું કે પ્રત્યક્ષાદિ પ્રમાણુથી પદાર્થનું જ્ઞાન થાય. પદાર્થનું જ્ઞાન, થતાં, પદાર્થની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિનું સામર્થ્ય પ્રગટે. પ્રવૃત્તિના સામને આધારે પ્રમાણ (જ્ઞાન) સલ ગણાય તેનું પ્રામાણ્ય સિદ્ધ થાય ૨ ટે
- જયન્ત ભટ્ટ “ન્યાયમંજરી' માં પ્રામાણ્ય અંગેના મીમાંસક મતનું ખંડન કર્યું. તેમના મતે અથ°ક્રિયા દ્વારા અથવા ફ્લના જ્ઞાન દ્વારા, પ્રત્યક્ષાદિ જ્ઞાનના પ્રામાણ્યો નિશ્ચય થાય છે. • જયન્ત ભટ્ટ મુખ્યત્વે મીમાંસકોના સ્વતઃ પ્રામાણ્ય મતનું ખંડન કરીને જ્ઞાનનું પ્રામાણ્ય પરતઃ સિધ્ધ કરવા પ્રયત્ન કરે છે,