Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 291
________________ લાભેશ વ. જેથી ધમકીતિ અને તેમને ‘પ્રમાણુવાત્તિક ઉપર પ્રમાણવાત્તિ કાલંકાર’ નામની ટીકા લખનાર પ્રજ્ઞા કરશું ત–આ બન્ને બૌદ્ધ દાર્શનિકેના પ્રામાયમતનું ખંડન કરે છે. ભા સર્વ “ન્યાયસાર' માં અનુમાનનું લક્ષણ આપ્યું અવિનાભાવ અથવા વ્યાપ્તિ દ્વારા, સમ્યફ પરોક્ષાનુભવનું જે સાધન બને તે અનુમાન.૪ ઉત્પન્ન થતું પરોક્ષ જ્ઞાન કે પરોક્ષ અનુભવ સમ્યફ અથવા અસમ્યફ (સન્ટેહરૂપ કે બ્રાન્તિરૂ૫) હોઈ શકે, પરંતુ, સમ્યફ પરોક્ષ-અનુભવના સાધનને જ અનુમાન કહેવાય. આ સમ્યફ” પદના સાર્થક્યની ચર્ચામાં ભાસર્વજ્ઞ પ્રામાણ્યને પ્રસ્તુત પ્રસંગ નિરૂપે છે. આગળ કહ્યું તેમ, અહીં ટાગાણ એટલે પ્રમાણે દ્વારા મેળવેલા જ્ઞાનનું સાચાપણુંValidity of knowledge; અને અપ્રામાણ અર્થાત તેવા જ્ઞાનનું બેટાપણું-Invalidity of knowledge. પ્રાળ માવ: પ્રામા વ7. અહીં પ્રમાણ શબ્દ ‘પ્રમા'ને એથમાં છે." હવે, પ્રથમ આપણે, બૌદ્ધ દાર્શનિક ધમકીતિએ આપેલા પ્રામાણ્યમત વિષે વિચારીએ. તે કહે છે કે પ્રત્યક્ષાદિ પ્રમાણુથી ઉત્પન્ન થતા જ્ઞાનનું પ્રામા વયવહાર દ્વારા નિશ્ચિત કરવામાં આવે છે. જે વ્યવહાર એટલે અધક્રિયાજ્ઞાન, ૭ અર્થ એટલે (અગ્નિ દ્વારા સાધવામાં આવતું દાહ્યાકાદિનું બાળવાનું, પકાવવાનું વગેરેનું – પ્રયોજન; એવા પ્રયજનને સિદ્ધ કરવા, કરવામાં આવતી પ્રવૃત્તિ તે ક્રિયા.૮ અથવા વ્યવહાર એટલે ક્રિયાત્મક વિનિયોગ કે વ્યાપાર કે વતન ૮ અર્થાત જ્ઞાનમાં પ્રતિભા સિત થયેલા પદાર્થને (બૌદ્ધ પરિભાષા અનુસાર રૂપને') પ્રાપ્ત કરવા અચવામાં આવતી પ્રવૃત્તિ પછી થતું જ્ઞાન તે અથરક્રિયાજ્ઞાન. દૂરથી જલનું પ્રત્યક્ષજ્ઞાન થયા પછી, જલની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરવામાં આવે, પછી જલની પ્રાપ્તિ થાય. આમ અનુભવાત્મક જ્ઞાનથી કે વ્યવહારથી; પ્રત્યક્ષથી ઉત્પન્ન થયેલા જ્ઞાનનું પ્રામાણ્ય નકકી થાય. પ્રામાણ્ય અર્થાત્ પ્રમાણુતા. પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય પદાર્થની સાથે, પ્રવૃત્તિ કર્યા પછી વ્યભિચાર (=અસંગતિ ન થાય તે જ્ઞાનની પ્રમાણતા સિદ્ધ થઈ ગણાય ૧૦ આમ વ્યવહારથી જ જ્ઞાનનું પ્રામણ નિશ્ચિત થાય. ગમે તે સુશિક્ષિત મનુષ્ય પણ, કોઈ બીજા (અનુમાનાદિ પ્રમાણે દ્વારા જ્ઞાનનું પ્રમાણ નક્કી કરી શકે નહિ. ૧૧ ' અહીં ભાસવજ્ઞ, ધમકીર્તિનાં પ્રામાણુમતને સ્પષ્ટ કરવા માટે, પ્રજ્ઞાકરગુપ્તાના પ્રમાણુ વાર્તિકભાષ્યમાંથી દીર્ઘ અવતરણ ટાંકે છે. ૧૨ આ ઉધરણુમાં બૌદ્ધ પ્રામાપમત અ ગેના મુખ્ય મુદ્દા આ પ્રમાણે છે. એક તે પ્રત્યક્ષપ્રમાણુથી ઉત્પન્ન થતા જ્ઞાનનું પ્રામાણ્ય પ્રત્યક્ષપ્રમાણ પોતે નિશ્ચિત કરી શકતું નથી. પ્રત્યક્ષ પ્રમાણુ, જે રૂપ (કે અથ) બુદ્ધિના આકારમાં પ્રતિભાસિત થાય તે સ્વરૂપને જ ગ્રહણ કરે છે પ્રત્યક્ષ પ્રમાણે પિતાના દ્વારા ઉત્પન્ન થતા જ્ઞાનના પ્રામાયને ગ્રહણ કરી શકતું નથી. ૧૩ બુધિના આકારમાં પ્રતિભાસિત થતું રૂપ (કે પદ થ)નું જ્ઞાન, ક્ષણમાં નાશ પામી ગયા પછી, પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતા રૂપ કે પદાર્થ)ને વિષય તરીકે પ્રહણ કરી શકે નહીં', અથવા ભવિષ્યમાં ઉત્પન્ન થનાર અથ ક્રિયાજ્ઞાનની સાથે. પ્રથમ, બુદ્ધિને આકારમાં પ્રતિભાશિત થયેલા રૂપને વિષય તરીકે જોડી શકાતું નથી,

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318