Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
૨૪
ડે. નારાયણ કંસારા
કાતું નથી. વિધિવાકયને કંઈ જ માનવીય અનુભવ છેટું ઠરાવી શકી નથી. એ અતિશય વિશ્વસનીય હોય છે, કારણ કે એમાં કોઈ જ બાહ્ય અસરની દખલગીરી હોતી નથી કે એને વિપરીત સિદ્ધ કરી શકાતું નથી, આથી એ યથાર્થ જ્ઞાન ઠરે છે. વિધિવાક્ય એ શુદ્ધ શબ્દ છે. પ્રમાણ૩પ છે, અદષ્ટ પરિમાણુમાંના પદાર્થને જાણવા માટે શબ્દપ્રમાણુ સિવાય બીજુ' કઈ સાધન નથી અને વેદમાં અદષ્ટ પરિમાણના પદાર્થોનું નિરૂપણ છે.
તેથી શબરસ્વામી કહે છે કે સંપૂર્ણ વૈદિક સાહિત્યમાં “ચોદના –વિધિવા–એ પ્રાથમિક પ્રમાણભૂત વિભાગ છે અને એને સીધે સંબંધ માનવીની ક્રિયા સાથે છે અર્થાત ક્રિયામાં પ્રેરનાર વચનને ચેદના' (= વિધિવાય) કહે છે. 1 0 અહીં પ્રશ્ન થાય કે વિધિપરક ન હોય તેવાં વેદવચન પણ પ્રમાણુરૂપ ગણાય કે ન ગણાય? વળી તે અપૌmય પણુ ગણાય કે ન ગણાય? પૂર્વપક્ષી તે એમ જ કહે છે કે વેદો તે નજીકના કાળમાં રચાયેલા હોઈ અર્વાચીન કાળની રચનાઓ છે, 1 0 1 કેમ કે મંત્રોની સાથે ઋષિઓનાં નામે સંકળાયેલાં છે. આના જવાબમાં શબરવામી કહે છે કે અમે પહેલાં કદી ચૂક્યા છીએ કે વેદાધ્યયન કરનારની પૂ* શબ્દની હયાતી હતી જ.૦ ૨ મંત્રોની સાથે ઋષિઓનાં નામે સંકળાયેલાં છે. તેનું અસાધારણું અધ્યાપન કરનાર તરીકે પણ હોય છે, નહીં કે કર્તા તરીકે, જે કર્તા ન હોય તેને નામ ઉપરથી પણ શાખાને નામ આપવામાં આવ્યું હોય છે. ઉત્તમ રીતે પ્રવચન એટલે કે અનન્ય સાધારણ અધ્યાપન, કઠ વગેરે દ્વારા કરવામાં આવ્યું હશે. એ રીતે પણ નામ જોડીને કથન કરવામાં આવે છે. કહે છે કે વૈશંપાયન બધી શાખાઓના અધ્યેતા હતા, જ્યારે કઠે કેવળ આ (કાઠક) શાખાનું જ અધ્યાપન કરાવ્યું.૧ ૪ ૩ વળી શબરસ્વામીના મતે કઈ જ ઐતિહાસિક પુસનનું નામ વેદમાં નિર્દેશવામાં આવ્યું નથી. “શ્રુતિ-સામાન્ય માત્ર” અર્થાત સાંભળવામાં સરખું જણાતું હોય, તેટલા ઉપરથી ઐતિહાસિક નામનિર્દેશ માન ઠીક નથી.
પ્રવાહણિ” એમ (પુરુષ-વિશેષને) નામનિદેશ છે એવું કહેતા હોય તો તે બરાબર નથી. પ્રવાહણ નામને પુરુષ હોવાનું સિદ્ધ થતું નથી. પ્રવાહણને પુત્ર તે “પ્રવાહણિ” એમ પણ નથી. “પ્ર’ શબ્દ પ્રીના અર્થમાં જાણીતું છે અને વરૃ ધાતુ “પહુંચાડવું' એ અર્થમાં. આ બે સમુદાય કયાંય જાણીતું નથી. કાર તે જેમ અપત્ય અર્થમાં જાણીતું છે તેમ ક વિશિષ્ટ ક્રિયાના અર્થમાં પણ જાણીતું છે. તેથી “જે ઉત્કૃષ્ટ રીતે વહન કરાવે છે તે પ્રાવાહણિ” એમ અર્થ થાય છે. ૧૦૪
-
શબરસ્વામી વેદના પુરુષકતૃવના વિચારને જ અસ્વીકાર કરે છે અને વિધિવા એ જ વેદનું પ્રયોજન હોવાનું જણાવે છે, અને દરેક વિધાનને વિધિ સાથે વિશિષ્ટ સંબંધ રહે છે. તેથી વનદરતઃ સત્ર મા ! કે સવ: ૨.ત્રાસત એવાં વાક્ય પણ અર્થસભર હોય છે, નહીં કે અનુપન્ના (= તર્ક દષ્ટિએ અસંગત). શબરસ્વામી કહે છે કે આવાં વાકયમાં તે યજ્ઞની પ્રશંસા કરવામાં આવી છે કે અચેતન એવી વનસ્પતિઓએ પણ આ યજ્ઞનું અનુદાન કર્યું, પછી વિદ્વાન બ્રાહ્મણે કરે તેમાં નવાઈ શી ?0વળી, આ વિધિવા પરસ્પર સંબંધ અર્થે જોડાયેલાં હોય છે. ૧૦ ૪ સમગ્ર વેદ પ્રમાણરૂપ હોવા અંગે શબરસ્વામી કહે છે કે વેદે દેષહિત મિત્ર જેવા સુપ્રતિષ્ઠિત ઉપદેશરૂપ છે. તેમના વિષે એ