Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
તપસ્વી નદી
બને છે. તેમને આધારે વિભાજકતાવ છેક વાગ્યત્વ, લક્ષ્ય અને વ્યંગ્યત્વની પૃથફ ઉપસ્થિતિ થશે અને તેથી વાચ્ય, લજ્ય અને વ્યંગ્યરૂપી વિભાવની પણ અલગ અલગ ઉપસ્થિતિ થાય છે. તેથી મમ્મટે કરેલા વિભાગમાં અનુપત્તિ થતી નથી,
યશવિજ્યજી આગળ નોંધે છે કે “અથવા અમે એમ કહીશું' (પૃ. ૫) કે “વાગ્યાદિ પદ ને “વાગ્ય' પદમાં શક્તિને કારણે અને “માર' પદમાં લક્ષણને કારણે ' વાવ્યાદિ ” પદ દ્વારા વાચ્ચત્વરૂપ “શયમાવછેદકાવચ્છિન્ન’ અને વયત્વ અને વ્યંગ્યત્વરૂપ “લક્ષ્મતાવ
છેદકાવચ્છિા એમ વાયાદિ ત્રણેની ઉપસ્થિતિ થાય છે. અર્થાત્ “વાગ્ય' પદ વડે એના મુખ્ય અર્થ = “ શબ્દાર્થ નું ગ્રહણ થાય છે અને “આદિ' પદ વડે બીજા બે લય અને
5 – અર્થોનું ગ્રહણ થાય છે. આમ શક્તિ અને લક્ષણાથી વાયાદિ' પદ–‘વાય, લય અને વ્યંગ્ય ’ એમ ત્રણે અર્થાનું પ્રત્યાયક બને છે. આમ, પાર્થ સાધક ધર્મોની ઉપરિથતિ થઈ જતાં વિભાગ અનુપપન્ન થતું નથી.
આ લાંબો શાસ્ત્રાર્થ તે એકમાત્ર ઉદાહરણ છે. વાસ્તવમાં ઠેકાણે ઠેકાણે યશોવિજયજી નવ્યન્યાયદર્શનની પરિપાટી અને શૈલીને વિનિયોગ કરી અત્યંત ગંભીર, મૂલગામી અને સુક્ષ્મ ચર્ચા છેડે છે. તેમાં કયાંક અંતઃસ્ત્રાતાનું દર્શન જરૂર થાય છે, છતાં એમનાં પાંડિત્ય
અને મૌલિકતાનાં વિશેષ દર્શન થાય છે. કાવ્યપ્રકાશ ઉપરની એમની આખી ટીકા જે ઉપલબ્ધ થાય તે અલંકાર શાસ્ત્રમાં યશોવિજયજીનું પ્રદાન અને સ્થાન અપથ્ય દીક્ષિત, પંડિત જગનાથ અને વિશ્વેશ્વર પંડિતની સાથે સમકક્ષ રીતે, મૂકી શકાય એ નિરાંદેહ વિગત છે.
વિયેઇએ પિતાની ટીકામાં અત્રતત્ર છ પ્રાચીન ટીકાકારને નામોલ્લેખ કર્યો છે, જેમ કે ચંડીદાસ, સુબુદ્ધિમિશ, પરમાનંદ ચક્રવતી, અશધર ઉપાધ્યાય, પ્રદીપકાર (= ગોવિદ ઠકકુર) અને મધુમતીકાર રવિ ઠકકુર. આ ઉપરાંત નામે લેખ વગર અહીંતહીં* લગભગ ૧પથી ૨૪ મતોની વિચારણા કરી છે. “ નરસિંહમનીપા ને ઉલ્લેખ (ઈ.સ. ૧૬૦૦/૧૭૦ %) ઉલ્લાસ-રના અંતમાં આવે છે તેથી યશોવિજ્યાની ટીકાને રચનાકાળ પણ ૧૭મી સદીને ઉત્તરાધ હોઈ શકે.
સંદભ સાહિત્ય :
૧. કાવ્યપ્રકાશટીકા
૨. કા, પ્ર, ઉદ્યોત
- યશે વિજ્યજી મહારાજ શ્રી ય ભારતી જેના
પ્રકાશન સમિતિ, મુંબઈઈ.સ. ૧૯૭૬ની આવૃત્તિ. નાગેશકૃત અત્યંકર શાસ્ત્રી દ્વારા સંપાદિત, . આનંદાશ્રમ સંસ્કૃત ગ્રંથ ૧૯૧૧. ભીમસેન દીક્ષિતકૃત રેવાપ્રસાદ દ્વારા સંપાદિત, કાશી વિશ્વવિદ્યાલય, વારાણસી ૧૯૮૧ શ્રીધરકૃત શિવપ્રસાદ ભટ્ટાચાર્ય દ્વારા સંપાદિત કલકત્તા ૧૯૫૯નું પ્રકાશન.
૩. ક. પ્ર. સુધાસાગર
કા, કે. વિવેક