Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
૧૮
,
ડ. નારાયણ કંસારા
જુદાં જુદાં સ્થાનમાં હોવાનું અનુભવાય છતાં, અને એ જ હોય છે. અહીં શબ્દના તત્કાલીન શીઘ અથધ માટે ઐક્યરૂપ ના મહત્તવ ઉપર ભાર મુકાયો છે. શબ્દની આ પ્રકારની કાયમી અથધકતાના સ્વરૂપની 'નિત્યતા ”ની ચર્ચા કરતી વખતે શબવામીએ શબ્દને “નિરવયવ તરીકે ઓળખાવ્યા છે. નિરવયવ એટલે જેની અંદર સંગ કે વિભાગ ન હોય તે. શબ્દના ઉચ્ચારણમાં અવાજના ભેદ અનુભવાય તેથી કોઈ શબ્દમાં અવયવો હેવાનું સૂચવાતું નથી, ઉચ્ચારણને અવાજ મેટો કે ના હોય અર્થાત વાયુને વ્યાપાર એ છે વત્તો હોય છતાં શબ્દ એને એ જ હોવાનું ઓળખી કાઢવામાં આવે છે. અવાજની ચઢ ઊતર કે ઓછાવત્તાપણાને ‘નાદ ” તરીકે ઓળખ જોઈએ, નહી’ કે ‘શબ્દ' તરીકે. આમ શબરસ્વામી શબ્દ ” અને “નાદ વચ્ચે ભેદ પાડે છે. તેથી જ વાયુના ઘટકોને સંગવિભાગ ઉપર આધારિત વર્ણરૂપ ઘટકને આધાર ગણીને તે શકદમાં સંગવિભાગ સ્વીકારવાનું પૂર્વ પક્ષીનું મતુય કબૂલ રાખવા સંમત નથી. શબ્દ અને નાદ વચ્ચે આ ભેદ જેમિનીય સૂત્ર નારવૃત્તિ ૧૨ [૧.૧.૧૭]માં વ્યક્ત થયા છે; એને જ શબરસ્વામીએ સપષ્ટ કર્યો છે. શબ્દને “ કાયમી' કે “સાતત્યપૂણ ના અર્થમાં સ્વીકાર્યો હોવાથી શારસ્વામી તેમાં વિભાગે કે એ વિભાગોને સંગ નકારે છે અને શબ્દને “ નિરવચન” કહે છે. આ રીતે શબ્દના “એકરૂણ્ય' અને “નિરવથવત' એ ગુણધર્મો, શબ્દનું “નાદ થી અલગપણું અને શબ્દની સાતત્યપૂર્ણ એક્સરખી કાયમી પ્રતીતિ, આ બધાના સંદર્ભમાં જ શબરસ્વામીએ શ-દની “નિત્યતા નું પ્રતિપાદન કર્યું છે. '
શબ્દ અને અર્થ કે વસ્તુ વચ્ચેના ભેદ અંગે પણ શબરસ્વામીએ કરેલાં કેટલાંક વિધાને સમજવા જેવાં છે, “રવિ + મન માં કારને સ્થાને કાર થયો છે તેમાં ફકારને પ્રકૃતિ અને કારને વિકાર ગણી તે બંને વચ્ચે પ્રકૃતિવિકારભાવને સંબંધ ન માની શકાય. કાર અને કાર એ બે શબ્દો જુદા છે. કાર વાપરે હોય ત્યારે. લકે કાર વાપરતા નથી. જેમ કે, ચટાઈ ગૂંથવી હોય ત્યારે લાઠે ખસના વાળાને જ ઉપયોગ કરે છે, બીજી કોઈ વસ્તુને નહીં'.૮ અહીં' શબરસ્વામીએ કાર અને કાર એ બે વર્ગોને અલગ ગણાવી તેમની વચ્ચે પ્રકૃતિવિકારભાવ હોવાનું મુકાયું છે; વૈયાકરણો અને તૈયાયિકોએ આ મંતવ્ય સ્વીકાર્યું છે. ઉત્પત્તિ વિશે જાણકારી ન હોવાથી જે વસ્તુઓની માત્ર હયાતી જ જાણમાં આવે છે તેમની બાબતમાં પણ જેમના વિનાશનું કારણ ઉપલબ્ધ થાય તે એવી કેટલીક વસ્તુઓની અનિત્યતા તેણી શકાય છે, જેમ કે નવું કપડું જોઈને. કેમ કે એને બનતું તે જોયું ન હતું' અથવા તેવી વસ્તુઓનું રૂપ જે જોઈને અનિત્યતા જાણી શકાય છે. આ પટ તાંતણુઓના તાણાવાણારૂપ સંગથી બનેલું છે; તાંતણાઓને સંગ નાશ થવાથી કે તાંતણાઓને ના થવાથી કપડુ નાશ પામશે એ જાણી શકાય છે, પણ આ પ્રમાણેનું શબ્દની અનિચંતાનું કારણ જાણવા મળતું નથી કે જે વિનાશથી શબ્દ નાશ પામશે એવું જાણી શકાય ! અહીં શબરસ્વામીના મતે આ સમારવા7 (ઉ. મી સૂ. ૧.૧,૨૧)માં આ સ્વતંત્ર વિનાશકારણની અપેક્ષાના અભાવના મુદ્દા ઉપર ભાર મૂકવામાં આવ્યું છે. પરંતુ એમાં કોઈ ચોક્કસ કાળના સંદર્ભમાં ‘ઉત્પન્ન થતા , ” કે “નાશ પામતે જણા'. એ અર્થમાં આ વિચારણા થઈ નથી અથવા અમુક વર્ણની આનુપૂવી ધરાવતે શબ્દ એ