Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
ડૉ નારાયણ કંસારા
ઉચ્ચારણ કોઈ મૂર્ત પદાર્થનો હરહમેશ નિર્દેશ કરે જ એવું જોવા મળતું નથી. આ ભેદ લક્ષમાં રાખીએ તે શીરસ્વામીને અભિપ્રેત નિતત્વને સંદર્ભમાં આ પ્રતીતિ કેટલું બધું મહત્ત્વ ધરાવે છે એ બરાબર સમજી શકાશે. શાબરભાષ્યમાંની નીચેની ચર્ચા ઉપરથી આ મુદ્દો વધુ સ્પષ્ટ થઈ જશે :
' “ ગઈ કાલને શબ્દને નાશ થઈ ગયો હોવાથી આજનો શબ્દ જુદે છે ” એવું કહે તે (અમારે જવાબ એ છે કે, એ નાશ પામે નથી, કેમ કે એની અમને ફરીથી પ્રાપ્તિ થાય છે. હાજરાહજૂર મુહૂર્તને ન જેવાથી ફરીથી તે ઉપલબ્ધ થતાં તેને ઓળખનારા છે કે તે નાશ પામ્યું હતું ? એવી કલ્પના નથી કરતા, એવી કલ્પના કરતા હોય તે (એક વખત નજરે પડીને વચ્ચે નજર બહાર ગયા બાદ ) બીજી વાર નજરે પડતી માતા, પત્ની કે પિતાને ( એના એ જ છે એમ માની શકશે નહીં. ઉપલબ્ધ ન થાય એટલા ઉપરથી જ “નથી ” એમ જાણીને લેકે “નાશ પામ્યું ' એવી કલ્પના નથી કરતા. કેઈ જ પ્રમાણુ દ્વારા હયાતી જણાતી નથી એવી ખાતરી થાય ત્યારે આપણે નથી ” એવું સમજીએ છીએ. પ્રમાણું હાજરી હજૂર હોય છતાં પ્રમાણ નથી એવું ન બની શકે. ભ્રમ વગર “છે ” એવી જાણકારી મેળવીએ તે કયાંય પણ “ અભાવ ' ન કલ્પી શકાય. અભાવ સાબિત ન થાય ત્યાં સુધી “ ભ્રમ થશે” એમ ન બની શકે. અભાવ તે સાબિત થયો નથી, તેથી ભ્રમ ન હોવાથી અભાવ હોઈ શકતો નથી.૭૪ આ બધું આનુ પૂવી દ્વારા સિદ્ધ થાય છે. તેથી પહેલાં શબ્દ ઉચ્ચાર્યો ન હોવાથી તેની ઉપલબ્ધિ નથી થતી એમ જાણવા છતાં તે “નાશ પામે ” એવુ જાણવું યોગ્ય ન ગણાય. આ મુદાને વધુ તાદશ રીતે રજૂ કરતાં શબવામી કહે છે કે જેમ કે ઘરમાંથી બહાર જાય અને તેથી ઘરનાં બધાં માણસને ન જુએ, પણ ફરીથી ધરમાં પ્રવેશે ત્યારે તેમને જુએ છે; આમ છતાં ‘અમે ફરીથી ઘરમાં પ્રવેશ કર્યો તે પહેલાં ઘરના બધા માણસ નાશ પામ્યા હતા ” એવું નથી માનતા !૭૫ શબરસ્વામીએ આપેલું આવું તાદશ ઉદાહરણ પ્રતીતિનું મહત્ત્વ અને શબ્દના સંદર્ભમાં ભાષાની પ્રમાણભૂતતા સિદ્ધ કરવામાં તેની આવશ્યકતા – આ બે મુદ્દાઓને સ્પષ્ટ કરી દે છે. આ ઉપરથી એ ચેvખું જણાઈ આવે છે કે શરિસ્વામીની શબ્દની વિભાવનામાં શબ્દની “ નિત્યતા ને અથ તેની ‘ ત્રિકાલાબાધિત ફૂટસ્થ. નિત્યતા એવો થતો નથી, અને શબરસ્વામીના અનુગામીઓએ જે ઉપરના દાર્શનિક અર્થમાં શબ્દનિયતાનું જે પ્રતિપાદન કયુ” છે એવા પ્રકારને કોઈ સૈદ્ધાન્તિક અભિનિવેશ શબરસ્વામી પિતે જાતે શબરભાષ્યમાં તો વ્યક્ત કરતા દેખાતા નથી. શબ્દનિત્યતાની શાબરભાષ્યમાંની વિભાવના તે ભાષામાંનું શબ્દનું સ્વરૂપ સ્પષ્ટ કરવાનું અનુષંગે અભિવ્યક્ત થઈ છે, અને તેથી જ આ બધી ચર્ચાના અંતે શબરસ્વામી કહે છે કે જે લેકે બધા પદાર્થોને દરેક ક્ષણે વિનાશ થતો હોવાનું માને છે તે લેકે પણ શબ્દનો વિનાશ થતું હોવાનું બેલી શક્તા નથી, (દરેક પદાર્થ) અંતે તે વિનાશ થાય છે એવું જોઈને તેઓ એવું માને છે, પણ શબ્દને તે અંત કે વિનાશ થતે જાતે નથી. તે ' (એને એ જ) એવી ઓળખ પડે છે (પહેલાં ઉગ્યા હતા તેના) “ જે ” એવું અનુમાનને આધારે જણાય છે. અનુમાનથી બેસતો અંદાજ પ્રત્યક્ષ અનુભવની વિરુદ્ધમાં ઉદ્ભવી શકતું નથી અને પોતાનું કાર્ય સિદ્ધ પણ કરી શકતા નથી, તેથી (શબ્દ) નિત્ય છે, આ ચર્ચામાંનાં દીવા જેવાં સ્પષ્ટ અને એકસાઈભર્યા