Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
શાબરભાષ્યગત ભાષાવિચાર
સાદને લીધે બીજા સાંભળેલા શબ્દનો અર્થ એ થઈ શકે એમ ન કહી શકાય, કારણ કે કોઈ પણ શબ્દ અર્થવાળે નથી; બધા જ શબ્દો નવા નવા હોય છે......પહેલાં સાંભળેલા શબ્દ જે છે એવું જ્ઞાન થતાં ભ્રમને લીધે જ્ઞાન પાછું પડશે, જેમ કે “શાલા” અને “માલા” શબ્દમાં એક વ્ય જન કરતાં વધુ સારશ્ય હોવા છતાં “શાલા” શબ્દને આધારે “માલા” શબ્દનું જ્ઞાન થતું નથી. તાત્પર્ય કે જે વર્ણોની આનુપૂવી બદલાઈ જાય તે શબ્દ બદલાઈ જાય છે અને અભિપ્રેત પદાર્થ અંગે ભ્રમ ઉદભવે છે.
વર્ગોની સાચી આનુપૂર્વને આધારે જ શબ્દ સાચે (સાધુ) છે કે ભ્રષ્ટ થયેલે (ઝવ સ્ત્ર) છે તેને ભેદ પરખાય છે. તેવી, nil, it if૪ E એ બધા ઃ એ વધુ શબ્દનો અપભ્રંશ ગણાય છે. અહીં પૂર્વ પક્ષી દલીલ કરે છે કે ગીત ગાવી, ગણી, ગેલિક વગેરે શબ્દ ઉદાહરણ તરીકે લઈએ...... એમના “ગાવી ' વગેરે શબ્દ દ્વારા ગળાની ગોદડી જેવી ચામડીવાળી વસ્તુ-ગાયરૂપી પ્રાણી -- નિર્દેશિત થાય છે. તેથી આજથી સેંકડે વર્ષ પૂર્વે પણ આ અર્થ સાથે સંબંધ હતો જ. તે પૂર્વ, તેની પણ પૂર્વે એમ કરતાં અનાદિપણુ ઠરે છે. આ સંબંધને કર્તા તે નથી એ નક્કી થઈ ચૂકયું છે. તેથી બધા જ શબ્દો સાચા છે, બધા જ શબ્દો બેલવામાં વાપરવા જોઈએ, કેમ કે બધા જ શબ્દોથી કામ સરે છે, જેમ કે હાથ, કર, પાણિ વગેરે. અર્થબોધ કરાવવા માટે જ એમનું ઉચ્ચારણ કરવામાં આવે છે, નહી * કે અદૃષ્ટ માટે, એમના ઉચ્ચારણ માટે કોઈ શાસ્ત્રનું પ્રમાણ નથી. તેથી આમાંથી કોઈ એક. જ શુદ્ધ છે અને બીજા અશુદ્ધ કે અપભ્રંશ છે. એવું નક્કી ન થઈ શકે. ૪ આના જવાબમાં શબરસ્વામી કહે છે કે શહનું ઉચ્ચારણ કરવામાં મહાપ્રયત્ન કરવો પડે છે. વાયુ નાભિમાંથી ઊડ્યો, હૃદયમાં વિસ્તાર પામે, કંઠમાં વિવિધ અવસ્થા પાયે, તાળવાને અથડાઈને પરાવર્તન પામે. આટલું થયા પછી મુખમાં વિચરણ કરીને વિવિધ શબ્દને અભિવ્યક્ત કરે છે. એમાં ઉચ્ચારણ કરનારની ભૂલ પણ થાય; જેમ કે સૂકી જમીન પર પડીશ” એમ વિચારીને કૃદનારો અંદાજ ચૂકી જઈને કાદવમાં પણ પડે છે, “એક વાર આચમ"ા કરીશ ' એમ વિચારીને આચમન કરનાર ભૂલથી બે વાર આચમન કરે છે. તેથી
ગાવી ” વગેરે શબ્દ ભૂલને લીધે ઉદ્દભવ્યા હશે; નિયમપૂર્વક અવિચ્છિન્ન પરંપરામાં ઊતરી આવેલા નથી. ૬૫ શબરસ્વામીનું કહેવાનું તાત્પર્ય એ છે કે શુદ્ધ શબ્દપ્રયોગ તે અવિચિછન પરંપરામાં નિયમપૂર્વક ઊતરી આવે છે, જયારે અપભ્રંશ પ્રયોગોની બાબતમાં એવું કાંઈ નથી. એ કઈ ન્યાય નથી કે એક જ અર્થવાળા બધા શબ્દો અવિચ્છિન્ન પરંપરાવાળા હોય કેવળ પ્રત્યય જોવાથી જ સ્વીકાર કરવામાં આવે છે. શબ્દ શુદ્ધ છે એવું જ્ઞાન થાય ત્યારે પ્રત્યયની કલ્પના કરવામાં આવે છે. તેથી આ બધામાં એક શબ્દ અનાદિ છે, બીજા અપભ્રંશ છે. “હસ્ત', “કર ', “પાણિ ' વગેરેમાં તે શિષ્ટ પુરુષોના ઉપદેશને આધારે એ શબ્દનો અર્થ સાથે સંબંધ અનાદિ છે૬૬ અર્થાત પર્યાય અવિચ્છિન્ન પારંપર્ય ધરાવી શકે.
શબરસ્વામીના મતે શબ્દને શુદ્ધ-Fાધુ-પ્રયોગ અને તેનું શુદ્ધ અર્થ જ્ઞાન ખૂબ મહત્વનું છે. અમુક આનુપૂવીવાળા વર્ણો-- અર્થાત શબ્દ--ભાષાશાસ્ત્રીય દષ્ટિએ પ્રમાણભૂત અથધ માટે આધાર છે અને તે શબ્દને કાયમી પ્રયોગ દર્શાવે છે. વણેને સ્પષ્ટપણે “નિત્ય ' કહ્યા