Book Title: Samadhino Pranvayu
Author(s): Vijayajitshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 17
________________ આમ યથાર્થવાદ માટે કેવળજ્ઞાન ને એ માટે વીતરાગતા. આમ અપાયાધગમ અને જ્ઞાન આ બંને અતિશય પણ યથાર્થવાદ માટે ઉપયોગી અતિશયો છે. વળી ઇદ્રો વગેરે આઠ પ્રાતિહાર્ય રચના વગેરે શોભા કરવારૂપે જે પૂજાતિશય કરે છે, તે પણ પ્રભુની ધર્મદેશના સાંભળવા ભવ્ય લોકો આકર્ષાય એ માટે હોય છે. તેથી જ ભક્તામર સ્તોત્રની તેત્રીસમી ગાથામાં “ઇલ્વે યથા તવ વિભૂતિ....” માં એમ જ કહ્યું છે કે ધર્મના ઉપદેશની વિધિમાં આપની જે વિભૂતિ થઇ, તેવી અન્ય કોઇ તીર્થસ્થાપકોની થઇ નથી. અન્યયોગ વ્યવચ્છેદમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ પણ કહે છે. “અયં જનો નાથ !” હે પ્રભુ ! આ પંડિતમાની=પોતાની જાતને પંડિત માનતો જીવ તારા બીજા બધા ગુણોથી તારી સ્તુતિ કરવાની ઇચ્છાવાળો છે જ. છતાં એક યથાર્થવાદ ગુણની જ સ્તવના કરવા ઉદ્યત થયો છે. વાત આ છે-અન્ય તીર્થકરોનું તીર્થસ્થાપન કાર્ય જગત માટે કલ્યાણકારી નીવડ્યું નથી અને નીવડતું નથી-તીર્થસ્થાપકનો કદાચ એ આશય હોય તો પણ. જ્યારે વીતરાગ અરિહંત પરમાત્માનું તીર્થસ્થાપન જગતના એકમાત્ર કલ્યાણ માટે નીવડે છે, એની પાછળ કારણ એમની યથાર્થવાદિતા. અન્ય તીર્થસ્થાપકોમાં યથાર્થવાદિતાના અભાવનું કારણ છે એકાંતવાદ અને પરમાત્મામાં યથાર્થવાદિતા હોવાનું કારણ છે એમણે બતાવેલો અનેકાંતવાદ. તેઓ અનેકાંતવાદ પણ એટલું જ બતાવી શક્યા કે તેઓ સર્વજ્ઞ હતા. જે કાંઇ “સ =વિદ્યમાન છે, એ “તત્' છે. એનું સ્વરૂપ એટલે તત્ત્વ. એ અંગેનું ચિંતન=તત્ત્વચિંતન, વિચારણા=તત્ત્વવિચારણા. પોતે કરેલા ચિંતનની રજુઆત કરી બીજાને એ સમજાવવાનો પ્રયત્ન તત્ત્વવાદ છે. સામે બીજો પોતાનો વિરોધી મત બતાવે, તો એને ખોટો ઠેરવવાના પ્રયત્નથી થાય છે વિવાદ. ને પછી પોતાનો પક્ષ ભૂલી જઇ બીજાને જ ખોટો ઠેરવવાના પ્રયત્નથી થાય છે વિતષ્ઠા. તત્ત્વને માત્ર એક જ પ્રકારે સ્વીકારનારા બધા એકાંતવાદી કહેવાય ને તત્ત્વને એકથી વધુ-પરસ્પર વિરોધી દેખાતા પણ પ્રકારે સ્વીકારનારા અનેકાંતવાદી છે. જો કે આ એકાંતવાદો અને અનેકાંતવાદ આ બધા વાદોની ઉત્પત્તિનું – અનેકાંતવાદ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84