Book Title: Samadhino Pranvayu
Author(s): Vijayajitshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 43
________________ અતિ દૂરનો એટલે કે મોક્ષ અને તેનો માર્ગ પણ દેખાડે છે. એ આ જીવનના અંતે સમાધિ અને પરલોકમાં સદ્ગતિરૂપ સામાન્ય દૂરને જોવા માટે પણ ઉપયોગી છે. વિવેક જીવનના અંતે સમાધિ ને પરલોકમાં સદ્ગતિ કેવી રીતે મળે તે બતાવે છે. વિવેક જ નજીકના ચશ્માનું પણ કામ કરે છે. નજીકના ગણાતા સાથેના વ્યવહાર કેવી રીતે કરવાથી શાતા, સમતા ને પ્રસન્નતા જળવાયેલી રહે છે. તે વિવેક બતાવે છે. જગતના સૂક્ષ્મતમ પદાર્થોની ઉત્પત્તિ-સ્થિતિ વગેરે સ્વરૂપનું જ્ઞાન પણ જિનવચનપ્રાપ્ત વિવેકથી જ શક્ય છે. એજ રીતે મનના શુભાશુભ સૂક્ષ્મતમ પરિણામો ને એનાથી ભાવમાં આવનારા પરિણામોનું દર્શન પણ આ વિવેકથી જ શક્ય છે. કષાયોના ભયંકર સંતાપો કે જે ભરઉનાળાના સહરાના રણના બપોરના કિરણોના તાપ કરતાંય વધુ જાલિમ છે, એથી બચાવતા શ્રેષ્ઠ ગોગલ્સનું કામ પણ જિનવચનથી ભાવિત વિવેક જ કરી શકે છે. જિનવચનના આધારે મળતો બોધ-વિવેક પણ આટલો શ્રેષ્ઠ એટલા માટે જ છે કે એ જિનવચનદર્શિત સ્યાદ્વાદ-અનેકાંતવાદથી જ પૂર્ણતયા વ્યાપ્ત અનેકાંતવાદ-સ્યાદવાદનું મહત્ત્વ બતાવતા શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજે સન્મતિતર્કમાં (૩૧૬૮) કહ્યું છે.જેના વિના લોકોનો વ્યવહાર સર્વથા અઘટિત થાય છે, એ જગતના એકમાત્ર ગુરુસમાન અનેકાંતવાદને નમસ્કાર.. મહાન તાર્કિક ગણાતા શંકરાચાર્ય પણ આ સ્યાદ્વાદને કાં તો સમજી શક્યા નથી, કાં તો એમણે એ અંગે તલસ્પર્શી અભ્યાસ ક્યું નહીં હોય.. તેથી બાદરાયણના બ્રહ્મસૂત્રના ભાષ્યમાં એમણે સ્યાદ્વાદને સંશયવાદ કહ્યો. આનું પરિણામ એ આવ્યું કે શંકરાચાર્યને સર્વસ્વ ગણતા ઘણા હિંદુ આધુનિક વિદ્વાનોએ પણ સ્યાદ્વાદને સંશયવાદ, કદાચિત્ = કદાચ... ને અર્ધસત્યવાદ ઠેરવવાની ચેષ્ટા કરી છે. તેથી જ હિંદુ વિશ્વવિદ્યાલયના એક વખતના દર્શનશાસ્ત્રના મુખ્ય અધ્યક્ષ શ્રી ઉણિભૂષણ અધિકારીએ લખ્યું છે-જૈન ધર્મના સ્વાવાદ સિદ્ધાંતને જેટલો ખોટો સમજવામાં આવ્યો છે, તેટલો ખોટો તો બીજા કોઇ સિદ્ધાં અનેકાંતવાદ

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84