________________
વચનના શ્રવણથી જે અર્થસંવેદન-પદાર્થજ્ઞાન થાય તે જ્ઞાન ‘આગમ’ શબ્દથી ઓળખ પામે છે.
જેના (૧) રાગ (૨) દ્વેષ અને (૨) મોહ નાશ પામ્યા છે, જેથી જેને જુઠું બોલવાના (૧) ક્રોધ (૨) લોભ (૩) હાસ્ય (૪) ભય આ કારણો નથી તથા જેના અજ્ઞાનનો સર્વથા નાશ થયો છે તે જ યથાર્થવક્તા છે. આમ વીતરાગ સર્વજ્ઞ આપ્ત છે. એજ યથાર્થવક્તા છે.
આ આગમ પ્રમાણ સર્વત્ર વિધિ-નિષેધ (હોવું-ન હોવું) દ્વારા પોતાના વાચ્યાર્થને પ્રકાશતી વખતે સપ્તભંગીને અનુસરે છે, કારણકે સપ્તભંગી દ્વારા જ પરિપૂર્ણ અર્થની પ્રાપ્તિ થાય છે. જેનાથી પરિપૂર્ણ અર્થની પ્રાપ્તિ = બોધ થાય એ જ પ્રમાણ કહેવાય. પ્રમાણનું તાત્ત્વિક પ્રામાણ્ય છે પરિપૂર્ણ અર્થનો બોધ કરાવવો (નહિ કે એકાદ અંશનો.) આગમવચનમાં ક્યાંક ક્યારેક સપ્તભંગીમાંથી એકાદ ભંગનો જ સાક્ષાત નિર્દેશ ર્યો હોય તો ત્યાં પણ સપ્તભંગીમય પ્રમાણ અંગે ઘડાયેલી બુદ્ધિવાળા પ્રાજ્ઞો અર્થતઃ બીજા છ ભંગ પણ સમજી જાય છે, કારણ કે સપ્તભંગીના દરેક ભંગ વિકલ્પ બીજા બધા જ વિકલ્પોની અપેક્ષા રાખે છે. આમ જૈન તર્કભાષામાં કહ્યું છે.
=
આનું તાત્પર્ય એ છે કે એકપણ વિકલ્પની પરિપૂર્ણ સમજ તો જ પ્રાપ્ત થાય જો બાકીના સંભવતા તમામ વિકલ્પો પરિપૂર્ણ સમજાઇ જાય. આ સપ્તભંગીની વિચારણા આગળ કરીશું.
આમ સપ્તભંગીમય જિનવચનરૂપ આગમ જ તત્ત્વજ્ઞાન માટે મુખ્ય પ્રમાણભૂત છે. જગતના કોઇ પણ પદાર્થનો સત્યભૂત તાત્ત્વિક પરિપૂર્ણ બોધ આ જિનવચનના આધાર વિના શક્ય જ નથી. જે સૂક્ષ્મ રજકણ માઇક્રોસ્કોપથી જ જોઇ શકાતી હોય એને જોવા માટે ચોપડી વાંચવા ઉપયોગી એવા ચશ્મા કામ લાગે નહીં.
જગતમાં સામાન્યથી (૧) અતિ દૂરનું જોવા દૂરબીન જોઇએ... (૨) સામાન્યથી દૂરનું જોવા, દૂરના-જોવાના ચશ્મા જોઇએ... (૩) નજીકનું વાંચવા, વાંચવાના-નજીકના ચશ્મા જોઇએ (૪) સૂક્ષ્મતમ રજકણો જોવા માટે માઇક્રોસ્કોપ જોઇએ ને (૫) સૂરજના તડકાથી બચવા ગોગલ્સ જોઇએ. જિનવચનથી પ્રાપ્ત થતો વિવેક એકી સાથે આ પાંચેય કામ કરે છે. એ
સમાધિનો પ્રાણવાયુ
૨૫