________________
iii) વ્યવહાર સંગ્રહનયના વિષય બનેલા પદાર્થોનો યોગ્ય રીતે વિભાગ કરવાવાળો વ્યવહારનય છે. જેમ કે જે સત્ છે, તે દ્રવ્ય કે પર્યાયરૂપ છે. દ્રવ્ય અને પર્યાય વચ્ચે એકાંત ભેદ માનનારો વ્યવહા૨ાભાસ છે. ચાર્વાકદર્શન આમાં આવે. વ્યવહારનય લૌકિકવ્યવહારને જ પ્રધાન કરે છે. તેથી પર્વત બળે છે’' વગેરે ઉપચારને પણ માન્ય રાખે છે. તથા આ વ્યવહાર મહાસામાન્ય અને અત્યંત વિશેષને સ્વીકારતો નથી.
-
iv) ૠજુસૂત્ર - વસ્તુના વર્તમાન ક્ષણિક પર્યાયને જ સ્વીકારે, તે પણ સ્વકીયને જ, પરકીયને નહિ. વસ્તુને એકાંતે ક્ષણિક માનનારો ૠજુસૂત્રાભાસ છે. બૌદ્ધદર્શન આ પ્રકારનો છે.
V) શબ્દ - કાળ, કારક, સંધ્યા, વચન, લિંગ, પુરુષ આદિથી શબ્દના અર્થમાં ભેદ માને, પર્યાયશબ્દોના એક અર્થને સ્વીકારે. કાળાદિથી એકાંતભેદ માનનારો શબ્દનયાભાસ છે.
vi) સમભિરૂઢ - દરેક શબ્દના વ્યુત્પત્તિનિમિત્તો જુદા હોવાથી પર્યાયવાચી શબ્દોના અર્થ પણ જુદા છે. પર્યાયવાચી શબ્દના અર્થોને એકાંતે ભિન્ન માનનારો સમભિરૂઢાભાસ છે.
vii) એવંભૂતનય - ક્રિયાભેદે વસ્તુભેદ છે. શબ્દની વ્યુત્પત્તિમાં હેતુ જે ક્રિયા હોય, તે ક્રિયાથી યુક્ત વસ્તુ જ તે જ શબ્દથી વાચ્ય બને. શબ્દ અને અર્થ પરસ્પરને નિયત કરે છે. ક્રિયાભેદે એકાંતે વસ્તુભેદ માનનારો એવંભૂત નયાભાસ છે. આ સાતે નયનો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે વિભાગમાં સમાવેશ થાય છે. સિદ્ધાન્તવાદીઓના મતે નૈગમ, સંગ્રહ, વ્યવહા૨ અને ૠજુસૂત્ર આ ચાર દ્રવ્યાર્થિક છે અને બાકીના ત્રણ પર્યાયઅર્થિક છે. તાર્કિકોના મતે ઋજુસૂત્ર પણ પર્યાયાર્થિક નય છે. અર્થનું નિરૂપણ કરનારો દ્રવ્યાર્થિકનય કહેવાય. શબ્દનું કે પર્યાયનું નિરૂપણ કરનારો પર્યાયાર્થિક નય છે. આ સાત નયોમાં ઉત્તરોત્તરના વિષયો સૂક્ષ્મ સૂક્ષ્મતર છે. નયોના વ્યવહાર અને નિશ્ચય તથા જ્ઞાન અને ક્રિયા એમ પણ બે ભેદ પડે છે. પ્રમાણ - સર્વનયાત્મક છે. સમ્યગ્બોધ પ્રમાણથી થાય. તેના બે ભેદ-પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષના બે ભેદ (૧) સાંવ્યવહારિક અને (૨) પારમાર્થિક, પરોક્ષના પાંચભેદ (૧) સ્મૃતિ (૨) પ્રત્યભિજ્ઞાન (૩) તર્ક (૪) અનુમાન અને (૫) આગમ. ‘સ્યાત્' પદથી લાંછિત વાક્ય પ્રમાણવાક્ય બને.
સમાધિનો પ્રાણવાયુ
૫૧