________________
વસ્તુના વાસ્તવિક સ્વરૂપને ન્યાય આપતા સ્યાદ્વાદીને સંશયગ્રસ્ત, અનિર્ણયકારી કે અર્ધસત્યસ્થાપક માનવા એ મૂર્ખામી જ છે ને !
ઘડો નિત્ય છે કે અનિત્ય... તો ઘડાના બંને સ્વરૂપને આગળ કરી એ નિત્યાનિત્ય છે. પર્યાય અપેક્ષાએ અનિત્ય અને દ્રવ્ય અપેક્ષાએ નિત્ય.. આમ કહેનારો અર્ધસત્યવાદી નથી, પૂર્ણસત્યપ્રકાશક છે. - એના સ્થાને “ઘડા અનિત્ય જ છે એટલે કે કોઇ પણ રીતે નિત્ય નથી એમ કહેનારો સ્પષ્ટ જવાબ આપે છે, પણ સાચો જવાબ નથી આપતો. એક બાજુ-એક પક્ષ તરફનું કહી દેવું એ સ્પષ્ટ ભલે કહેવાય, સત્ય નથી. કોઇને તું ચોર જ છે એમ કહેવું સ્પષ્ટ કહી દીધું એમ ભલે ગણાય, એ સત્યવચન ગણાતુ
નથી.
સૂરિપુરંદર આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજ અને અનેકાંતવાદ
અનેકાંતજયપતાકા ગ્રંથના પ્રણેતા સૂરિપુરંદર હરિભદ્રસૂરિ મહારાજ જન્મથી તો બ્રાહ્મણ હતા. વેદ-વેદાંતોના જાણકાર પ્રકાણ્ડ વિદ્વાન હતા. જૈનધર્મ પ્રત્યેનો એમનો દ્વેષ જાણીતો છે. એમણે જિનપ્રતિમા જોઇ કહેલું “મૂર્તિરેવ તવાચષ્ટ સ્પષ્ટમેવ મિષ્ટભોજિતામ્ ' (‘તમારી મૂર્તિજ સ્પષ્ટપણે રોજેરોજ મેવા-મિઠાઇના રાગભોજનને બતાવે છે.') એમની પ્રતિજ્ઞા હતી-જે પંક્તિનો અર્થ સમજાય નહીં, તે પંક્તિનો અર્થ સમજાવનારાના શિષ્ય થવું.
એકવાર રસ્તેથી જતાં એમણે ઉપાશ્રયમાં બિરાજમાન યાકિની મહતરા સાધ્વીના મુખેથી સ્વાધ્યાયરૂપે બોલાયેલી આવશ્યક નિર્યુક્તિની “ચક્કીદુર્ગ...' ગાથા સાંભલી.. અર્થ સમજાયો નહીં. સાધ્વીજીના કહેવાથી આચાર્ય ભગવંત પાસે ગયા. અર્થ સમજી પ્રતિજ્ઞા પૂરી કરવા દીક્ષા લીધી.
આટલે સુધી તો વાત બરાબર છે. પણ પછી એકબાજુ “પક્ષપાતો ન વીરે'.. એમ મધ્યસ્થભાવ બતાવી યુક્તિયુક્ત વચનને જ સ્વીકારવાના આગ્રહવાળા તેઓ “અનાહા અર્પે કહ્યું હુંતા.. જઇ જિનાગમો ન હુંતો' જો જિનાગમ નહીં મળ્યા હોત, તો અનાથ થયેલા અમારી શી હાલત થાત. આટલી દઢતાથી જૈનશાસન પ્રત્યે રંગાઇ ગયા કેવી રીતે ?
પેલી ગાથા કોઇ તત્ત્વદર્શક તો હતી નહીં. માત્ર જૈનશાસનમાન્ય
- અનેકાંતવાદ