________________
ચક્રવર્તી અને વાસુદેવોનો ક્રમ બતાવતી હતી. એમાં જૈનેતર વિદ્વાનને સમજ ન પડે તે કંઇ નવાઇની વાત નથી. છતાં ચાલો પ્રતિજ્ઞા ખાતર દીક્ષા લીધી... પણ આટલો હાડોહાડ રંગ કેવી રીતે આવ્યો ?
તેઓ તત્ત્વરસિક હતા... ધર્મની કષ, છેદ ને તાપ આ ત્રણમાંથી તત્ત્વનિર્ણયમાં ઉપયોગી તાપ પરીક્ષાથી જૈનસિદ્ધાંત તપાસ્યા... એમની કડક ચકાસણીમાંથી અનેકાંત સિદ્ધાંત પસાર થયો.
મને એમ લાગે છે કે જૈનદર્શન ૫૨ તેઓ જે ખૂબ ઓવારી ગયા ને ‘આ જ સર્વજ્ઞનું શાસન છે' એવા પોકાર સુધી પહોંચી ગયા એ પાછળ એમને ગમી ગયેલો અનેકાંતસિદ્ધાંત મુખ્ય કારણ છે. આ એક જ મુદ્દે એમણે વેદને માનનારા ને નહીં માનનારા બીજા બધા દર્શનો પર ચોકડી લગાવી દીધી.
અનેકાંત એમને એટલો બધો પસંદ પડ્યો દેખાય છે કે એમના ગ્રંથોમાં વારંવાર અનેકાંતની પ્રરૂપણા દેખાયા કરે છે. ધર્મસંગ્રહણિમાં તો એમણે લોકોના સ્વભાવની વિચિત્રતા, કર્મની પરિણતિ વગેરેને આગળ કરી સર્વથા અનેકાંતને જ પ્રધાન કરવાની વાત કરી છે.
ને જૈનશાસનમાં તો સર્વત્ર અનેકાંતનો જયજયકાર છે. ઉત્સર્ગો ને અપવાદો અનેકાંત વિના સંભવે ખરા ? આય-વ્યય (લાભ-નુકસાન)ની તુલના કરી તે-તે અવસરે વર્તવાની વાત અનેકાંતની જ સાધિકા છે ને ? અરે, એક બાજુ ‘નિચ્છયમવલંબમાણાણું' નિશ્ચયનું જ અવલંબન ક૨ના૨ા ઋષિઓ પરિણામને જ પ્રમાણભૂત ગણે છે એમ જણાવ્યું છે. તો બીજી બાજુ વ્યવહારસૂત્રમાં આલોચનાર્હના ક્રમની ચર્ચામાં કહી દીધું-અમે પરિણામને પ્રમાણભૂત માનીએ છીએ એ પણ અનેકાંતિક છે... એકાંતે પ્રમાણભૂત માનતા નથી.
દરેક પચ્ચખ્ખાણ આગારયુક્ત. એટલે કે પચ્ચક્ખાણ પણ અનેકાંતમય. આમ તો ઉપ્પન્નઇ વા... એ ત્રિપદીનીં અપેક્ષાએ આદીપ... આવ્યોમ... દીવાથી માંડી આકાશ સુધીના બધા જ દ્રવ્ય અનેકાંતરૂપ જિનાજ્ઞાને વરેલા છે. તત્ત્વાર્થનું અર્પિતાનર્પિત સિદ્ધેઃ સૂત્ર પણ સર્વત્ર તે-તે નય વગેરેને આગળ કરી અનેકાંતનું જ સમર્થક છે.
અલબત્ત એ સિવાય ક્યાંક ક્યાંક એકાંત છે, જેમ કે અચ૨માવર્ત્તકા
૬૧
સમાધિનો પ્રાણવાયુ