________________
છોકરો રોજ માને છે, તેથી એણે આજે પણ મારી વાત માનવી જ જોઇએ' આ એકાંત થયો. એથી આજે નહીં માનતા છોકરા પર દ્વેષ થશે, ને આજ સુધી એણે જે માન્યું તે વિસરાઇ જશે. એના બદલે “એણે માનવું જ જોઇએ આ એકાંત છોડી ક્યારેક બીજા સંજોગોમાં એ નહીં માને એમ પણ સંભવે છે, આવો અનેકાંતમય અભિગમ લેવાથી એને શાંતિથી પૂછી શકાશે. આજે કેમ ના પાડે છે ? અને એ પ્રેમથી કારણ કહેશે, જે કમ સે કમ એની નજરમાં તો વાજબી છે જ.
“શેરબજારમાં કમાણી જ થાય' આ એકાંતે જ ઘણાને ડુબાડ્યા.. ખરેખર તો અનેકાંત હોવા છતાં “મોટે ભાગે તો ગુમાવવાનું જ થાય, કો'ક કમાયો એ એનું ભાગ્ય' એમ વિચારે તો જ પાગલ થતા અટકી શકાય.
સૂર્યોદય ને સૂર્યાસ્ત વગેરે પણ અનેકાંતદ્યોતક છે, સૂર્ય પણ ક્યારેક પ્રકાશે છે, ક્યારેક નહીં. ચંદ્ર પણ હંમેશા પુનમનો રહેતો નથી.. દરિયામાં કાયમી ભરતી નથી... શિયાળો શાશ્વત નથી... કશું કાયમી ટકવાનું નથી...
કહો, ક્યાં અનેકાંત નથી ?
અનેકાંતની જયપતાકા દસે દિશામાં આસૂર્યચંદ્ર લહેરાતી રહે એ જ વારંવાર અભિલાષા રહો !
અનેકાંતપોષક પ્રત્યેક પંક્તિ હૃદયમાં સુવર્ણાક્ષરે કોતરવા જેવી છે, કારણકે એ દરેક પંક્તિ સમ્યકત્વના પર્યાયોને વધુને વધુ નિર્મળ બનાવતી જાય છે ને શુભ અધ્યવસાયો-શુભ ભાવોમાં જોડતી-એકાગ્ર-તન્મય બનાવતી જાય છે. આપણને અનુપ્રેક્ષા સ્વાધ્યાય તરફ લઇ જાય છે ને અને કાંતમય સર્વજ્ઞશાસન પ્રત્યે અહો ! અહો ! ભાવોના ઉછાળા પ્રગટાવતી જાય છે “પ્રભુ ! તુજ શાસન અતિ ભલું !' નો નાદ રોમે રોમે ગુંજવા માંડે એ માટે અનેકાંતસૂચક પંક્તિઓ ખૂબ ઉપયોગી થશે. એ આપણને ૨૪ કેરેટનો-સો ટચનો ધર્મ મળ્યાનો એવો આનંદ ઊભો કરાવશે કે બાહ્ય બીજું-ત્રીજું ઓછુંઅણગમતું નજરમાં ય નહીં આવે ! કરોડ રૂપિયાની કમાણીના આનંદ વખતે શાકમાં મીઠું ઓછું છે' એવી ફરિયાદ કરવાનું મન કોને થાય ? | મન નવરું પડે ને અશુભ ભાવોમાં તણાઈ જાય એવી પરિસ્થિતિ જો
સમાધિનો પ્રાણવાયુ
–
૬૫
-