________________
-
પિતા ભરે છે. અનાજખર્ચ મારા કાકા આપે છે. દૂધ-લાઇટબીલ ખર્ચ મારા મામા આપે છે. ખરેખર મને ખૂબ શરમ આવે છે !
પતિએ કહ્યું – બરાબર છે. તને શરમ આવવી જ જોઇએ, તારા બંને ભાઇ એક પણ ખર્ચ ઉઠાવતા નથી !
આ છે અનેકાંત ! પત્ની શરમ આવવાનું કારણ જુદુ માને છે, ને પતિ જુદુ !
એવો ક્યો મુદ્દો છે કે જે અનેકાંત વિના સિદ્ધ થઇ શકે ?
હવે વિચારીએ, કોઇ પણ બાબતમાં અભિપ્રાય કેવો આપવો ? એકાંતમય કે અનેકાંતમય, એકાંતવાદ કે વિભજ્યવાદ ?
પોતાની સર્વજ્ઞતાથી બધી જ બાબતનો સ્પષ્ટ બોધ ધરાવતા પ્રભુએ તે-તે કાળે પૂછાયેલા પ્રશ્નોના જવાબ સ્યાદ્વાદમય આપ્યા છે. જેમ કે પૂછાયુંસરિસવયા ભકખા (અ)ભકખા ? “સરિસવયા” પ્રાકૃત શબ્દ છે, એના નજર સામે બે અર્થ આવે છે - (૧) મિત્ર (૨) સરસવ = તેલવાળા બિયા. તો એ ભક્ષ્ય છે કે અભક્ષ્ય ? તેથી જ ભગવાને પણ એ બંને અર્થ નજરમાં રાખી સ્યાદ્વાદમય જવાબ આપ્યો - મિત્રરૂપે અભક્ષ્ય... સરસવરૂપે ફરી પાછા વિકલ્પો. પણ જ્ઞાની પ્રભુ ભવિષ્ય ચોક્કસ જાણતા હોવાથી એ અંગે પૂછાય, ત્યારે સ્પષ્ટ જવાબ આપે.. જેમ કે ભરતે પૂછયું - આ સમવસરણમાં ભવિષ્યના કોઇ શલાકાપુરુષ છે ? તો ભગવાને સ્પષ્ટ કહ્યું - તારો પુત્ર મરીચિ ત્રણ રીતે શલાકા પુરુષ થશે. આ ભારતમાં પ્રથમ વાસુદેવ, મહાવિદેહમાં ચક્રવર્તી ને આ જ ભારતમાં અંતિમ તીર્થકર..
એક વ્યક્તિ જીવનભર ધર્મ-સાધના કરતી હોય. ભગવાનને કોઇ પૂછે-આ માણસને અંતિમ સમયે સમાધિ મળશે ? ત્યારે ભગવાન એની જીવનની સાધના સામે જોઇને નહીં, પણ સ્પષ્ટ દેખાતા ભવિષ્યને કારણે કહે-સમાધિમાં રહેશે. ભગવાન જગતના જીવોના જીવન, મરણ-પરલોક વગેરે બધું સતત એકી સાથે જુએ છે, એના આધારે ભગવાન આપણને ઉત્સર્ગઅપવાદનો નિયમ આપે છે. જીવનભર ધર્મસાધક જીવો મોટે ભાગે મરતા સમાધિમાં રહેતા જોવા મળે છે. એ જ રીતે જીવનભર ધર્મથી દૂર ભાગનારાઓ મોટે ભાગે મરતા અસમાધિમાં રહેતા જોવા મળે છે. તેથી જેને મરતા સમાધિ જોઇતી હોય, એણે જીવનમાં ધર્મ કરતા રહેવું. પણ ભગવાન જ સમાધિનો પ્રાણવાયુ- - ૬૩ 3 -