Book Title: Samadhino Pranvayu
Author(s): Vijayajitshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 81
________________ વિશેષમાં કહે છે - છતાં એવો એકાંત નહીં પકડવો કે જીવતા ધર્મ કરનારા બધા જ મરતા સમાધિમાં રહે, ને જીવનભર ધર્મથી દૂર રહેનારો મરતા અસમાધિમાં જ રહે, કારણ કે ક્યારેક વિપરીત પણ સંભવે છે. તેથી સતત અપમત્ત-સાવધ રહેવું. તેથી જ ધર્મસંગ્રહણિમાં કહે છે. બહુવિથ્થો જિલીઓ ચિત્તા કષ્માણ પરિણતી પાવા | વિહડઇ દરજયંપિ હુ તન્હા સવથ અનેગંતો T૯૨૩/ ગાથાર્થ ઃ જીવલોક ઘણા વિદ્ગોવાળો છે. તથા કર્મની પાપી પરિણતિઓ વિચિત્ર છે. તેથી જ કંઇક થયેલું કાર્ય પણ-આરંભાયેલું કાર્ય પણ અડધે જ વિનાશ પામી શકે છે. તેથી સર્વત્ર “અનેકાંત' જ કહેવો. આનું જ બીજું નામ છે વિભજ્યવાદ. અવસ્થાઓ, સંદર્ભો, શબ્દાર્થો, સંજોગો, રુચિઓ, અભિપ્રાયો વગેરે જીવે-જીવે, વસ્તુએ-વસ્તુએ બદલાતા હોવાથી સર્વત્ર અનેકાંતની જ જયપતાકા છે. રાજાને લાત મારે તેને શી સજા થાય' એવા રાજાના પ્રશ્નમાં જુવાનમંત્રીઓ અહીં રાજા સાથે ગેરવ્યવહાર કરે એને સજા જ હોય એવા એકાંતથી થાપ ખાઈ ગયા. વૃદ્ધ મંત્રીઓએ અવસ્થા વગેરે વિચારી-દુશ્મન લાત મારે તો મોત હોય.. પણ કોણ રાજાને લાત મારવા જેવો દુશ્મન થાય ? રાણી પ્રેમની રીસમાં કે લાડકો બાળકુંવર બાળપણની અજ્ઞાનતામાં લાત મારે... એ તો મીઠી લાગે. એથી એને તો ઇનામ હોય. આ જ સ્યાદ્વાદની જીત છે. ટ્રેનમાં બેઠેલો વીસ વર્ષનો યુવક પિતાજીને પૂછે છે. પિતાજી આ શું છે ? પિતાજી-ઝાડ. પછી પૂછે છે – આ ? પિતાજી-કાગડો. પેલું ? – પિતાજીઆકાશ.. બીજા મુસાફરો વિચારે.. શું આ મંદમતિ છે ? આટલી ઉંમરે આવા પ્રશ્નો બીજું કોણ પૂછે ? પિતાજીએ ખુલાસો ર્યો. જન્મ પછી થોડા જ દિવસમાં આંખ ગુમાવી બેઠેલો આ મારો યુવાન પુત્ર છે. અને હમણાં જ એને નવી આંખ બેસાડી ઘરે જઇ રહ્યા છીએ... આ બધું એ પહેલીવાર જોઇ રહ્યો છે. ' બોલો અનેકાંતમય વિચારધારા વિના આવા પ્રસંગોમાં ન્યાય કેવી રીતે આપી શકીશું ? જીવનના દરેક વ્યવહારમાં-પ્રસંગમાં અભિગમ અનેકાંતમય રાખવાથી જ બીજાને ન્યાય આપી શકાશે, મન શાંત રહી શકશે ને કોઇની સાથે ખોટા બદલાના-વેરના ભાવો ઊભા નહીં થાય. - અનેકાંતવાદ

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84