Book Title: Samadhino Pranvayu
Author(s): Vijayajitshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 79
________________ ળમાં કરેલો ધર્મ યોગરૂપ બને જ નહીં. અભવ્ય સર્વકર્મક્ષયરૂપ મોક્ષ પામે જ નહીં. પર્યાયની અપેક્ષાએ વસ્તુ અનિત્ય જ છે... ઇત્યાદિ કોક કોક અંશે એકાંતમય વાતો છે. ત્યાં અપવાદ પણ નથી. અચ્છેરારૂપ પણ વાત નથી... પણ એવા કેટલાક એકાંત હોવાથી જ અનેકાંત હોવામાં ય અનેકાંત છે એમ સિદ્ધ થવાથી અનેકાંત પરિપૂર્ણ થાય છે. અનેકાંતવાદથી જ તત્ત્વની પ્રાપ્તિ થાય છે ને સમ્યક્ત્વ પ્રાપ્ત-શુદ્ધ-દઢ થાય છે. અનેકાંત સિદ્ધ કરતા ગ્રંથોના અભ્યાસથી સમ્યક્ત્વની શુદ્ધિ થાય છે. તેથી અપેક્ષાએ કહી શકાય કે અનેકાંતસાધક ગ્રંથોનો અભ્યાસ એ દર્શનાચા૨ છે. અનેકાંત જીવનવ્યવહારમાં અનેકાંતને જીવનવ્યવહારમાં પણ સર્વત્ર અજમાવવાથી ખોટી પકડ, જીદ રહેતી નથી. બીજાના દૃષ્ટિકોણને સમજવાની ઉદારતા આવે છે ને તેથી જ કલહ-કંકાસ પણ રહેતા નથી. છગને મગનને કહ્યું - રમણે બે દિ' પહેલા એક દુકાન ખોલી... આજે એ જેલમાં છે. મગને કહ્યું - અરે ! દુકાન ખોલી એમાં જેલ ? આ તો ગધેડાને તાવ આવે એવી વાત છે... તું જ કહે એણે દુકાન ખોલી એમાં જેલ કેમ થઇ ? છગને કહ્યું - એણે હથોડાથી દુકાન ખોલી ! આ તો મજાક છે. પણ વાત એ છે કે અનેકાંતવાદ હોય, તો કોઇ પણ વાતની ગાંઠ નહીં રહેવાથી બધી સંભાવનાઓ માપવાનો અવકાશ રહે છે ને ‘દુકાન ખોલનારો જેલમાં ગયો' એવું વાક્ય ખોટું માનવાના બદલે સંદર્ભ જાણવાનું મન થાય છે. એક માણસ વર્ષે દસ લાખ કમાય છે, બીજો વર્ષે પાંચ લાખ કમાય છે. તો વર્ષના અંતે કોણ વધારે બચત કરશે ? અહીં તમે એક જ મુદ્દો જોશો કે જે વધુ કમાય, તે વધુ બચાવે... તો ખોટા પડી શકો છો... બીજા પણ ઘણા મુદ્દાઓ બચત પર અસર કરે છે, જેમ કે જે દસ લાખ કમાય છે, એને ત્યાં ખાવાવાળા દસ છે, ને જે પાંચ લાખ કમાય છે, એને પોતાનો પણ ખાધાખોરાકી ખર્ચ બાપા આપે છે ! પત્નીએ પતિને કહ્યું - મને તો ખૂબ શરમ આવે છે. ઘરભાડુ મારા અનેકાંતવાદ ૬૨

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84